બાડમેર : ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બાડમેર અને જોધપુરમાં હાઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને તેમની બધી મુસાફરી મુલતવી રાખવા અને ઘરે રહેવાની સૂચના આપઈ છે.બાડમેર ડીએમ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'જિલ્લાના તમામ લોકો જે ગામડાઓ કે નગરોમાં છે અને બાડમેર શહેર તરફ મુસાફરી કરવા માંગે છે તેમને વિનંતી છે કે બાડમેર શહેરની મુસાફરી ન કરો. બાડમેરમાં રેડ એલર્ટ છે, તેથી તાત્કાલિક અસરથી તમારી યાત્રા મુલતવી રાખો.' આ ઉપરાંત લોકોને તાત્કાલિક તેમના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે.
આ સાથે બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.બીજી તરફ જોધપુરમાં પણ પાકિસ્તાની હવાઈ હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને વહેલી તકે પોતાના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમ દ્વારા જાહેર કરાયેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ હુમલો શક્ય છે. સાયરન વાગશે. આ ઉપરાંત, ચુરુમાં પણ ખતરાની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Reporter: admin