દેશના સરહદી વિસ્તારમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઘાયલ જવાનો તેમજ સ્થાનિક નાગરિકોની સારવાર માટે ખાનગી ડોક્ટર્સની એક ટીમ આઇ.એમ.એ. દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ૧૫ ડોક્ટરની એક ટીમ બોર્ડર પર મોકલવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના કારણે મેડિકલ ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. વડોદરા એકમના પ્રમુખ ડો.મિતેશ શાહે જણાવ્યું છે કે, વડોદરામાં ૧,૦૦૮ હોસ્પિટલ છે. એસોસિએશનના તમામ ડોક્ટરોને આઇ.સી.યુ. સુવિધાઓ સાથે સજ્જ રહેવા જણાવવામાં આવ્યું છે.
આવતીકાલે આ અંગે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ડોક્ટર્સ,મેડિકલ સ્ટાફ, દવાનો જથ્થો પૂરતો રાખવા તેમજ ઓપરેશન થિયેટર અને ફાયર સેફ્ટીની સુવિધા સજ્જ રાખવા તાકીદ કરવામાં આવી છે. દરેક હોસ્પિટલને બિલ્ડિંગ પર રેડક્રોસની સંજ્ઞાા રાખવા જણાવાયું છે.
Reporter: admin