અમદાવાદઃ ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે. આ મુદ્દે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો 27મી જુલાઈથી 5મી ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે.જ્ઞાન સહાયકની નિમણૂક માટે વયમર્યાદા આ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.
માધ્યમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે અને મહિને રૂ. 24 હજારનું મહેનતાણું મળશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે, જ્યારે માસિક રૂ. 26 હજારનું મહેનતાણું આપવામાં આવશે. ઉમેદવારોએ વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Reporter: admin