વરસાદી પાણી અને ગંદકી એ બંને સગા ભાઈ હોય તેવું હવે શહેરના નાગરિકોને લાગી રહ્યું છે ધોધમાર વરસેલા વરસાદ બાદ હવે શહેરના અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યાર નિકાલ થયેલ પાણીની પાછળ પારાવાર ગંદકી એ પોતાનો જમાવ્યો છે
આ ગંદકીને કારણે શહેરમાં આવનારા સમયમાં રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં ગંદા પાણીને કારણે અગાઉ થોડા દિવસ પહેલા શહેરની અંદર ઝાડા ઉલટીના નોંધપાત્ર કેશો સામે આવ્યા હતા ત્યારે હવે વરસાદી પાણી ઉતર્યા બાદ શહેરના માથે કોલેરાનો ખતરો પર મંડાઇ રહ્યો છે અનેક વિસ્તારોની અંદર સાફ-સફાઈના અભાવે રહીશોને રહેવું દુશ્કર બન્યું છે આ તમામ બાબતો વચ્ચે પાલિકાનું વહીવટી તંત્ર સબસલામત હોવાના દાવા કરી રહ્યું છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં હજી પણ પાણી એમને એમ જ છે તો વળી જે વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે તે વિસ્તારની અંદર ગંદકીને લઈને સાફ-સફાઈ નું કોઈ નક્કર આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી.
ગત બુધવારે વડોદરા શહેરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે વડોદરા શહેરમાં આઠ કલાકમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં ત્યારે બે દિવસ થી વરસાદએ વિરામ લીધો છે ત્યારે અનેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. વરસાદે વિરામ લીધા બાદ અનેક જગ્યાએ કાદવ કીચડ સાથે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા શહેર સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભટ્ટા, નટરાજ ટાઉનશિપ, દર્શનમ્ ખાતે પાણીના નિકાલ લના અભાવે ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે . પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ અને સ્વચ્છતા ન કરાતાં રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધી છે. પાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા તથા દવા છંટકાવની કામગીરી કરવી આવશ્યક બની છે, નહિ તો આવનારા સમયમાં શહેરને રોગચાળો પોતાના ભરડામાં લે તે શક્યતાને નકારી શકાય એમ નથી
Reporter: admin