News Portal...

Breaking News :

અગ્નિવીર વાયુ પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર

2024-12-20 09:45:38
અગ્નિવીર વાયુ પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર


દિલ્હી : ભારતીય વાયુ સેનાએ અગ્નિવીર વાયુ 2025 ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 27 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. અભ્યર્થી સત્તાવાર વેબસાઈટ agnipathvayu.cdac.in પર જઈને નિર્ધારિત છેલ્લી તારીખ અથવા તેની પહેલા અપ્લાય કરી શકે છે. 


આવો જાણીએ અગ્નિવીર વાયુ પદ માટે અરજી કરવા માટે અભ્યર્થી પાસે કેવી યોગ્યતા હોવી જોઈએ અને ઉંમર કેટલી હોવી જોઈએ.અભ્યર્થી ભારતીય વાયુ સેનાની સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશન ચેક કરી શકશે. અરજી કરનારા અભ્યર્થીની જન્મ તારીખ 1 જાન્યુઆરી 2005 અને 1 જુલાઈ 2008ની વચ્ચે હોવી જોઈએ. નોટિફિકેશન અનુસાર, જો કોઈ અભ્યર્થી પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કા પાસ કરી લે તો અરજી કર્યાની તારીખથી મહત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.


સાયન્સ સ્ટ્રીમ માટે અભ્યર્થી પાસે ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 50 ટકા ગુણ સાથે 12મું પાસ કરેલું હોવું જોઈએ. તો વળી અભ્યર્થી 50 ટકા નંબર સાથે અંગ્રેજીમાં પણ પાસ હોવા જોઈએ. તો વળી 50 ટકા નંબર સાથે એન્જિનિયરિંગ ડિપ્લોમા કરનારા અભ્યર્થી પણ અરજી કરી શકે છે. તો વળી સાયન્સ ઉપરાંત કોઈ પણ સ્ટ્રીમમાં 50 ટકા નંબર સાથે 12મું પાસ કરનારા ઉમેદવાર પણ અરજી કરી શકશે. વધારે યોગ્યતા સંબંધિત જાણકારી માટે અભ્યર્થી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન ચેક કરી શકશે.

Reporter: admin

Related Post