News Portal...

Breaking News :

તાજેતરમાં વૃંદાવન ચાર રસ્તા ઉપર જવાના માર્ગે એક રીક્ષા ચાલકનું મુત્યુ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

2025-06-26 14:20:21
તાજેતરમાં વૃંદાવન ચાર રસ્તા ઉપર જવાના માર્ગે એક રીક્ષા ચાલકનું મુત્યુ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.


વડોદરા શહેરમાં તાજેતર માં સરદાર એસ્ટેટ થી વૃંદાવન ચાર રસ્તા ઉપર જવાના માર્ગે એક રીક્ષા ચાલક નું  મુત્યુ થયું છે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 


આ વિસ્તારના અનેક રહીશો દ્વારા અવારનવાર તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો છતાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં તમાંમ સોસાયટીના રહીશો સાથે રીક્ષા ચાલકનાં પરીવાર અને રીક્ષા એસોસિએશને સાથે રાખીને તંત્ર સમક્ષ સુત્રોચ્ચાર કરી જગાડવાનો પ્રયત્ન કર્યો હતો સાથે આ ગરીબ રિક્ષા ચાલકના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી.  


સાથે આ બેદરકારી સ્થાનિક અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરની હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનર, મેયર ચેરમેન દ્વારા સંપૂર્ણ તટસ્થ તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈને યુદ્ધના ધોરણે રોડ રસ્તા પર ખાડા પડેલા હોય તેનું પેજ વર્ક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post