News Portal...

Breaking News :

રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના પૂળતા તૈયાર કરાયા : 22 કારીગરો આ કામમાં જોડાયા

2024-10-07 11:06:33
રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના પૂળતા તૈયાર કરાયા : 22 કારીગરો આ કામમાં જોડાયા


વડોદરા : પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રામલીલાના કાર્યક્રમ બાદ રાવણ દહનના કાર્યક્રમ માટે રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળુ તૈયાર કરાયું છે.


વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ યોજાય છે. રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના પૂળતા બનાવવા એક મહિનાનો સમય લાગે છે. જેમાં 22 જેટલા કારીગરો દ્વારા લાકડી, કપડાઓ, વાંસ, દોરડા, કાગડ સહિતનો ઉપયોગ કરીને રાવણ, કુંભકર્ણ અને મેઘદૂતના પૂતળા બનાવવામાં આવે છે. જેમાં રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળુ તૈયાર કરવામાં આવે છે. 


શહેરમાં દર વર્ષે વિજયા દશમીના તહેવારની ઉજવણીમાં રાવણના દહનના કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે.ગયા વર્ષ કરતા આ વર્ષે બનાવાયેલા પૂતળાની ઉંચાઈ ઓછી જોવા મળશે. ગયા વર્ષે રાવણનું 51 ફૂટનું પૂતળુ બનાવાયું હતું અને દારુ ગોળાનો પણ ભારે ઉપયોગ કરાયો હતો. પરંતુ આ વખતે રાવણની ઉંચાઈ ગત વર્ષ કરતા નાની રખાઈ હોવાની માહિતી મળી છે. સાથે જ ગયા વર્ષે પૂતળા બનાવવા માટે 30 કારીગરોનો ઉપયોગ કરાયો હતો, જ્યારે આ વર્ષે 22 કારીગરો આ કામમાં જોડાયા છે.

Reporter: admin

Related Post