દિવાળીમાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન વડોદરા આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.તંત્ર દોડતું થયું છે. પ્રધાન સેવકને રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ અપાશે. વડોદરામાં બધું સમુસુથરું બતાવવા માટેનો પ્રયત્ન છે.કેટલીક જગ્યાએ લાલી- લપેડા અને કેટલીક જગ્યાએ ચુના-પટ્ટી થશે. ઉપર છલ્લો દેખાડો થશે. ગંદો વિસ્તાર પતરાથી ઢંકાઈ જશે. લાલ-લીલી પીળી ઝગારા મારતી લાઈટોથી લોકોને ભ્રમીત કરવામાં વહીવટીતંત્ર પાછી પાની નહી કરે.દિવાળી પછી જૈસે થે. વડોદરાની જનતા માટે સ્વચ્છતા નથી થઈ રહી,પરંતુ વડાપ્રધાનની વિઝીટમાં વડોદરાને સ્વચ્છ બતાવી શકાય અને વહીવટની કામગીરી બતાવી શકાય તે હેતુથી આ મિટિંગ થઈ છે. ગાંધીનગરથી શહેરી વિકાસ વિભાગનાં અગ્રસચિવ અશ્વિનીકુમારને વડોદરા સુધી આવવાની ફરજ પડી છે.વડોદરા પાલિકાનાં હોદ્દેદારો ઉપર તેમને ભરોસો નથી.૧૫-૨૦ દિવસ માટે વડોદરા ચકાચક થઈ જશે. ડિવાઇડરો રંગાઈ જશે. એમના રૂટ ઉપર રંગ રોગાન થઈ જશે. એમના રૂટ ઉપર ખાડા ભરાઈ જશે. કારપેટિંગ થઈ જશે.બાકીનાં વિસ્તારમાં ગેરેંટી નથી,તે સૌ જાણે છે.માનવસર્જિત પૂર પછી,ભાજપની છબી બગડી છે.મેયર-ચેરમેનનાં વાણીવિલાસને કારણે પક્ષને ખૂબ ભોગવવું પડ્યું છે.વહીવટી વડા કમિશ્નર અને તેમની ટીમની પૂર દરમ્યાન અને પૂર બાદની કામગીરીથી લોકો સખત નારાજ છે. પાલિકાની સિસ્ટમ કોલેપ્સ થઈ ચુકી છે.નેતાઓ-હોદ્દેદારો પ્રજાની વચ્ચે સ્વમાનભેર ઉભા રહી શકતા નથી.સદસ્યતા અભિયાન પણ ફેઈલ ગયું છે.કાર્યકરો પણ હોદ્દેદારોથી નારાજ છે.પૂરમાં કે ત્યારબાદ પણ પ્રધાનસેવક તેમની કર્મભૂમી વડોદરામાં પધાર્યા નથી,તેથી અંધભક્તો નારાજ છે. છતાં પણ ભૂવાનગરીમાં આપ સૌનું સ્વાગત છે.લોકોનો ગુસ્સો થોડો ઠરી જાય પછી પધરામણી થાય તેવું આયોજન થયું લાગે છે.હજી પૂરગ્રસ્ત લોકોને રાહતની રકમ નથી મળી.કેટલાકે આક્રોશમાં સામેથી ના પાડી છે.હવે લોકોને મનાવવાનો કોઈ મતલબ નથી.વિશ્વામિત્રી નદીનાં પટ અને આજુબાજુનાં વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો/દબાણો દૂર નહી થાય ત્યાં સુધી આક્રોશ શાંત થવાનો નથી.દાદા તેમનાં બુલડોઝરોને વિશ્વામિત્રીનાં દબાણો દૂર કરવા મોકલે.જનતાને પડખે હવે નથી વહીવટી તંત્ર, કે નથી શાસક પક્ષ.વિરોધપક્ષ વિરોધ કરવાને સક્ષમ નથી.વડોદરાની જનતાએ ૩૦ વર્ષનું ભાજપનું શાસન જોઈ લીધું છે.
પ્રધાન સેવક તે સમયની ચૂંટણી પ્રચારમાં કહેતા વડોદરાને સાંઘાઈ જેવું બનાવી દઈશું.
વિશ્વામિત્રી ડેવલપમેન્ટનાં સ્વપનાં બતાવાયા.રિવરફ્રન્ટ અને ક્રોકોડાઈલ પાર્કનાં સ્વપ્નાં બતાવાયા.સુંદર ગાયકવાડી નગરીને, સ્માર્ટ સિટી બનાવવાના રંગીન સપના બતાવાયા.પ્રજાએ ખોબેખોબા મત આપીને ભાજપને ૩૦ વર્ષ સુધી સતત રાજ કરવાનો ફરીને ફરી મોકો આપ્યો પણ વડોદરાનો વિકાસના જ થયો.ચપ્પલ પહેરવાનાં ઠેકાણાં નહોતા તેવા નેતાઓ કરોડોપતિ બની ગયા,તેમનો વિકાસ જરુર થયો.ઘર ઘર મોદીનાં પ્રચારની સામે, "હર ઘર મેં પૂરકા પાની-સાલભર ગંદા પાનીની વ્યવસ્થા કરી આપી છે.વડોદરાવાસીઓ તમારો આભાર વ્યક્ત કરે છે.નેતાઓનાં વાણીવિલાસથી હવે પ્રજા ત્રસ્ત છે.હવે બહુ થયું,અમને અમારા નસીબ ઉપર છોડો.નવનાથની કૃપા થશે તો પાછા બેઠા થઈ જઈશું. ૭૦ ટકા લોકોને કરોડોનું નુકસાન થયું છે. ટીમ-વડોદરા હવે નવા રંગબેરંગી સપનાં ના બતાવે.
પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમાર તાત્કાલિક વડોદરા દોડી આવ્યા પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમાર તાત્કાલિક વડોદરા દોડી આવ્યા અને કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાને આરે છે, ત્યારે તેનું ઉદ્ઘાટન કરવા આવે તેવી શક્યતા છે. PM મોદી મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શકે છે. આગામી મહિને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવશે. વડોદરામાં ટાટા અને એરબસ કંપની એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ પ્લેન બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.પ્રિન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારને વડોદરા શહેરમાં સ્વચ્છતાને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને અત્યાર સુધી ના થયું હોય તેવી સ્વચ્છતા કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે. જો કે તેમને એવું પણ જણાવ્યું કે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી. વડાપ્રધાન મોદી ગયા મહિને જ તેમના જન્મદિવસના આગળના દિવસે જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલીઝંડી આપી હતી. PM મોદીએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે પણ વાતચીત કરી હતી.
Reporter: