News Portal...

Breaking News :

આરપીએફ વડોદરાની મહત્વપૂર્ણ સિદ્ધિ નડિયાદ-મોડાસા રેલવે સેક્શન પર ઓ એચ ઈને વાયર ચોરોને પકડવામાં મળી સફળતા

2024-10-07 10:40:17
આરપીએફ  વડોદરાની મહત્વપૂર્ણ સિદ્ધિ નડિયાદ-મોડાસા રેલવે સેક્શન પર ઓ એચ ઈને વાયર ચોરોને પકડવામાં મળી સફળતા


મંડળ સુરક્ષા કમિશનર ધરમરાજ રામે જણાવ્યું હતું કે રેલવે સુરક્ષા બળ મંડળના નડિયાદ-મોડાસા રેલવે સેક્સનમાં પર OHE વાયરની ચોરીના ગુનામાં સખત મહેનત, ઊંડી તપાસ, સતત મોનીટરીંગ અને વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે રાજસ્થાનના શેકારી વાસ,બંજારા ગામ, ખાતે ચોરીના આરોપીઓના સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો હતો 


જેમાં (1) ઇર્શાદઅલી પુત્ર નૌશાદ અલી ચૌધરી (ઉંમર-30 વર્ષ) રહે વડોદરા(2) બદામીલાલ બંજારાનો પુત્ર સુનીલ (ઉંમર 24 વર્ષ) રહે. વડોદરાના રહેવાસીએ લાંબી પૂછપરછ બાદ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને જણાવ્યું હતું કે, તેણે વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી ખાતે આવેલી ભંગારની દુકાનના માલિક ગોવિંદરામ ને વેચી દીધો હતો. શંકાસ્પદ આરોપી,દ્વારા દર્શાવેલ જગ્યાના આધાર પર આર પી એફ સ્ટાફ દ્વારા બતાવવામાં આવેલ જગ્યા પર બંને આરોપીઓને સાથે લઈ બતાવ્યા અનુસાર ભંગારની દુકાને તાપસ કરવા ગયા હતા ત્યારે તેણે તેનું નામ ગોવિંદ રામ, ભાખરામ દેવાસી ના પુત્ર (ઉંમર-35 વર્ષ) હોવાનું જણાવ્યું ભંગારના માલિકે આરોપી ઇર્શાદ પાસેથી આશરે 1100 કિલો કોપર વાયર ચાર-પાંચ વખત ખરીદવાનું સ્વીકાર્યું હતું અને તે તાંબાના વાયરની રેલવેમાંથી ચોરી થઈ હતી અને તે ભંગારની દુકાનમાંથી મળી આવ્યો હતો. 


ભારતીય રેલ્વે અધિનિયમ હેઠળ કેસ નોંધી ધરપકડ કરી. તેમની પાસેથી ચોરાયેલો સંપૂર્ણ વાયર પણ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત આશરે સાડા ચાર લાખ રૂપિયા હતી.આ માટે વિભાગીય સ્તરે, મદદનીશ સુરક્ષા કમિશનર સૂર્યવંશ પ્રસાદની આગેવાની હેઠળ, આઈપીએફ ચંદ્ર મોહન અને વિક્રમ બલોડાની ટીમે ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને સતત દેખરેખ રાખી હતી, જેના કારણે આરોપીઓ ઝડપાયા હતા. આ કેસમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચોરીમાં વપરાયેલ વાહનો પણ રિકવર કરવામાં આવ્યા છે. આ કેસમાં ફરાર પાંચ આરોપીઓના ઠેકાણાઓ પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.ડિવિઝનલ રેલ્વે મેનેજર જિતેન્દ્ર સિંહે આર પી એફ  ટીમની કાર્યવાહી અને મહેનતની પ્રશંસા કરી હતી.

Reporter: admin

Related Post