જુના ઝઘડાની અદાવત રાખીને ખૂન કરવાની કોશિશ કરનારા 3 આરોપીઓ વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને અટકાયત કરવામાં આવી હતી.
ગત. તા ૨-૧૦-૨૪ નારોજ બાવચાવાડ વિસ્તારમાં ખાડામાંથી માછલી પકડતી વખતે સાગર વાઘેલા , અર્જુન ઉર્ફે ભયલુ વાઘેલા અને આકાશ ઠાકોર અચાનક જ આવીને બિભસ્ત ગાળો બોલીને તેમજ હથિયાર વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડતા પાણી ગેટ પોલીસ મથકમાં ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે આ બનાવની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતા પેટ્રોલિંગ દરમિયાન વાઘોડિયા વિસ્તારમાંથી ત્રણે આરોપી મળી આવ્યા હતા
જેથી ત્રણેય આરોપીઓની અટકાયત કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ત્રણ પૈકી એક એવા અર્જુન વાઘેલા ગુનાહિત વ્યક્તિત્વ ધરાવે છે તેમજ તેમના વિરુદ્ધમાં વિવિધ પોલીસ મથકોમાં અનેક ફરિયાદો જોવા મળેલી છે જેથી તાત્કાલિક ધોરણે ત્રણેય આરોપીને ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યા હતા
Reporter: admin