નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિસ્પોન્સ ટીમ દ્વારા સન ફાર્મા રોડ પર આવેલા વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નવરાત્રીના ચોથા દિવસે સનફાર્મા રોડ ઉપર આવેલ સારા ફાઉન્ડેશન , વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબા ગ્રાઉન્ડ તથા ઇન્ડિયન મેડીકલ એસોસિએશન વડોદરા કલબ ગરબા ગ્રાઉન્ડ તથા આજુબાજુની ભીડ-ભાડવાળી જગ્યાઓએ આવતા નાગરીકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી એસ.ઓ.જી.ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
નવરાત્રી તહેવાર અનુસંધાને લોકોની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવી જગ્યાઓ મોલ, શોપીંગ સેન્ટરો, બાગ- બગીચાઓ. હોસ્પીટલો, સિનેમાઘરોમાં તથા નાના-મોટા ગરબા ગ્રાઉન્ડોમા આવતા લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સીકયુરીટી તેમજ સરપ્રાઇઝ ચેકીંગ કરવાની સુચનાઓ આપવામાં આવેલી છે જેને ધ્યાનમાં રાખીને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાતડા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
Reporter: admin