સત્યમ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ભારત માતા પુજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સત્યમ ગૃપ ઓફ એજ્યુકેશનનાં ડાયરેક્ટર નિરવ ભાઈ જોષી દ્વારા વિધાર્થીઓને ૭૬ માં ગણતંત્ર દિવસ નીમીત્તે ભારત માતા પુજન અર્ચન કરીને વિધાર્થીઓને ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકો ને ગણતંત્ર દિવસની માહિતી આપી

તથા મહત્વ જણાવવામાં આવ્યું હતું અને વિર શહીદોને શ્રદ્ધાંજલિ આપી શહીદોના બલીદાન વિશે વિધાર્થીઓને ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુ , જેવા વિર શહીદો એ આપેલ બલીદાન વિશે વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું.તથા રાષ્ટ્રગાન કરીને ભારત માતા પુજન કાયૅક્રમની પુણૉહુતી કરવામાં આવી હતી.

Reporter: admin







