News Portal...

Breaking News :

બળાત્કારના દોષીતને 10 દિવસમાં ફાંસીના માંચડે લટકાવાશે:પ.બંગાળ વિધાનસભામાં બિલ રજૂ

2024-09-03 13:53:31
બળાત્કારના દોષીતને 10 દિવસમાં ફાંસીના માંચડે લટકાવાશે:પ.બંગાળ વિધાનસભામાં બિલ રજૂ


કોલકાતા: આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મમતા સરકારે એન્ટી રેપ બિલ રજૂ કર્યું હતું. કાયદા પ્રધાન મોલોય ઘટકે બિલ રજૂ કર્યું હતું. તેને અપરાજિતા અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ, (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024 નામ આપવામાં આવ્યું છે.


બિલમાં 10 દિવસની અંદર દોષીતને ફાંસીની સજા આપવાની પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સાથે જ આ કેસની તપાસ 36 દિવસમાં પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. બિલ પસાર કરવા માટે 2 સપ્ટેમ્બરથી બે દિવસ માટે વિશેષ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું હતું.માનવામાં આવે છે કે આ બિલ આજે જ વિધાનસભામાં પસાર થઈ જશે. બીજેપી નેતા સુકાંત મજુમદારે રવિવારે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમે મમતા બેનર્જીના આ બિલને સમર્થન આપીશું.આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી હતી. જો કે બંગાળમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ ઘટના બાદ મમતા સરકાર એન્ટી રેપ બિલ લાવી છે.                                    


એન્ટી રેપ બિલની જોગવાઈઓ 4 મુદ્દાઓમાં વાંચો...

1. અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ 2024નો હેતુ મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે.

2. પ્રસ્તાવિત બિલ કાયદા હેઠળ, બળાત્કાર સંબંધિત મામલામાં તપાસનો પ્રારંભિક અહેવાલ 21 દિવસમાં પૂર્ણ કરવાનો હોય છે, જે 15 દિવસ સુધી લંબાવી શકાય છે.
3. બળાત્કારના કેસમાં દોષિત વ્યક્તિ માટે મૃત્યુદંડની જોગવાઈ હશે, જો પીડિતા મૃત્યુ પામે અથવા કોમામાં જાય છે.
4. આ બિલ જિલ્લા સ્તરે 'સ્પેશિયલ ટાસ્ક ફોર્સ'ની રચનાનું પણ સૂચન કરે છે, જેને 'અપરાજિતા ટાસ્ક ફોર્સ' કહેવામાં આવશે. તેનું નેતૃત્વ ડેપ્યુટી એસપી સ્તરના અધિકારીઓ કરશે.


Reporter: admin

Related Post