News Portal...

Breaking News :

વડોદરા નજીક રણોલી રેલવે યાર્ડમાં આગ લાગતા નાસભાગ

2024-06-12 17:51:07
વડોદરા નજીક રણોલી રેલવે યાર્ડમાં આગ લાગતા નાસભાગ


ટ્રક અનલોડ કરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠી આજ્ઞા કારણે નાસભાગ મચી જવા પામી હતી. ટ્રક અનલોડ કરતી વખતે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. 



આગના કારણે નાસભાગ મચી જવા પામી હતી. ટ્રક અનલોડ કરતી વખતે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.મળતી વિગતો અનુસાર રણોલી રેલવે સ્ટેશન પર રેલવે યાર્ડ ખાતે બુધવાર સવારે  અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના કારણે નજીકમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. એક ટ્રક અનલોડ કરવામાં આવી રહી હતી દરમિયાન આ ઘટના બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. 


બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. જેના કારણે રેલવે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. જો કે આ આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી.ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો વડોદરા નજીક આવેલા રણોલી રેલવે યાર્ડ ખાતે બુધવારના રોજ અચાનક આગ લાગવાની ઘટના બની હતી

Reporter: News Plus

Related Post