News Portal...

Breaking News :

રાણાજીએ વિશ્વામિત્રીનું સુપરવિઝન કરતા કરતા નદીના પટમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પકડી. જાતે વિડીયો શુટીંગ કર્યું. પોલીસને જાણ કરી.

2025-04-05 09:52:49
રાણાજીએ વિશ્વામિત્રીનું સુપરવિઝન કરતા કરતા નદીના પટમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પકડી. જાતે વિડીયો શુટીંગ કર્યું. પોલીસને જાણ કરી.


શહેર પોલીસની પોલ ખોલી.હપ્તાખોરો જ બીજા હપ્તાખોરોની પોલ પકડી શકે.
વિશ્વામિત્રીના નવસર્જનનું નિરીક્ષણ કરવા ગયેલા મ્યુનિસિપલ કમિશનરની નજરે ચડી ગઈ દારૂની ભઠ્ઠીઓ.

મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા ભાજપના જૂથવાદ થી દાઝ્યા પછી જાણ્યે અજાણ્યે એકલો જાને રે ની પક્તિઓને અનુસરી રહ્યા હોય એવું લાગે છે.

   


આજે તેઓ ફરી એકવાર વિશ્વામિત્રી નવસર્જનની કામગીરીનું નિરીક્ષણ કરવા કોઈને સાથે લીધા વગર એટલે કે મેયર કે સ્થાયી અધ્યક્ષ કે અન્ય કોઈ પદાધિકારીને સાથે રાખ્યા વગર ઉબડ ખાબડ કોતરો ખૂંદવા નીકળી પડ્યા હતા.હા, તેઓ સાવ એકલા ન હતા.તેમની સાથે પર્યાવરણ સમર્પિત બે કર્મશીલો અને સંબંધિત અધિકારીઓ હતા.આજની નિરીક્ષણ મુલાકાત આ પર્યાવરણ સમર્પિત કર્મશીલો એ પર્યાવરણની કાળજી લેવા માટે કરેલા સુચનોના સંદર્ભમાં જ હતી.કદાચ એટલે પણ એમણે મેયર સ્થાયી અધ્યક્ષ ને સાથે રાખવાનું ટાળ્યું હોય એવું પણ બને.જો કે આ નિરીક્ષણ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે કલ્પના પણ ના કરી હોય એવો નજારો જોયો.


અને સાથે પાછા વિદ્વાન કહી શકાય એવા લોકો હતા.બધા જ આ નજારો જોઈને પહેલા તો ચમકી ગયા હતા.કારણ કે કોતરોમાં દારૂની ભઠ્ઠીઓ ધગધગતી હતી અને ગરમાગરમ દેશી દારૂથી પીપડા ભરતા હતા.આ દ્રશ્યો એમની કલ્પના બહાર ના હતા.ચોંકી ઉઠેલા રાણા સાહેબે પોતાના મોબાઇલ માં દારૂ ગાળવાની આ પ્રવૃત્તિના ફોટો લીધા એવું જાણવા મળે છે.એટલે થી જ ના અટકતા,તેમણે આ સમગ્ર પ્રવૃત્તિની તુરત જ પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર ને જાણ કરતા,તેઓ પણ ચોંકી ગયા હતા.તે પછી પોલીસ તંત્રમાં હલચલ મચી ગઇ હતી.માંજલપુર પોલીસ તુરત જ કોતરોમાં દોડી ગઈ હતી અને ભટ્ટીઓનો નાશ કરવાની કામગીરી કરી હતી.જો કે આ ઘટના ઐતિહાસિક ગણાય.કારણ કે અત્યાર સુધી દારૂ ગાળવા કે વેચવાની પ્રવૃતિઓની બાતમી મોટેભાગે ત્રાસેલા નાગરિકો પોલીસ તંત્રને આપે છે.ત્યારે પહેલી જ વાર એવું બન્યું હશે કે મ્યુનિસિપલ કમિશનરે પોલીસ કમિશ્નરને દારૂ બંધીનાં લિરા ઉડાવતી પ્રવૃત્તિની બાતમી આપી હશે! આ એક વિક્રમ તો ગણાય જ ને...

Reporter: admin

Related Post