News Portal...

Breaking News :

વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો તોડવા ના પડે તે હેતુથી, નદીને માત્ર V શેપ માંથી U શેપ કરવાથી પૂરને રોકી શકાશે નહી

2025-04-05 09:45:25
વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો તોડવા ના પડે તે હેતુથી, નદીને માત્ર V શેપ માંથી U શેપ કરવાથી પૂરને રોકી શકાશે નહી


નુર્મ યોજના હેઠળની કાંસના ઇન્ટર્નલ નેટવર્કની સ્લેબ તોડીને સફાઈ નહીં કરો ત્યાં સુધી વરસાદી પાણીનો નિકાલ નહી થાય
વિશ્વામિત્રીના કાંઠે રહેલા ગેરકાયદેસરના દબાણો તોડવામાં પણ કોર્પોરેશન મૂહુર્ત જુવે છે.



વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત સાફ સફાઇ કરીને કોર્પોરેશનના મેયર સહિતના અધિકારીઓ વડોદરાવાસીઓને ધોળા દિવસે સપના બતાવી રહ્યા છે કે હવે પૂર નહીં આવે પણ વડોદરાવાસીઓ કહી રહ્યા છે કે નદીની અંદર રહેલા કે કિનારે રહેલા ઝાડી ઝાંખરા  કાપવાથી કંઇ નહીં થાય પણ નદીના કિનારે જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તેનો સર્વે કરીને તાત્કાલિક અસરથી આ દબાણો દુર કરવાની નક્કર કામગિરી કરવી જોઇએ કારણ કે આ દબાણોના કારણે જ નદીનું ધસમસતુ પાણી કિનારા છોડીને શહેરમાં પ્રવેશી જાય છે. પૂરનું પાણી કિનારે રહેલા ઝાડના કારણે શહેરમાં પ્રવેશતું નથી તે શાસકો અને અધિકારીઓએ સમજી લેવું જોઇએ. ગેરકાયદેસર દબાણો જ પાણીને રોકે છે પણ અત્યારે જે રીતે કામગિરી ચાલી રહી છે તે માત્ર દેખાડો કરવા કે બતાવવા માટે જ કામગિરી થઇ રહી છે તે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. નવાઇની વાત એ છે કે ખુદ કમિશનર પણ ગોઠવેલા ઇન્ટરવ્યુંમાં કહી ચુક્યા છે કે આ વર્ષે વડોદરામ  પૂર નહી આવવાની શક્યતા 40 ટકા જ છે આ દબાણો ભલે રાજકીય નેતાઓના હોય કે પછી માનીતા બિલ્ડરોના હોય પણ શહેરીજનોના હિતમાં આ દબાણો તોડવા જ જોઇએ તો જ વિશ્વામિત્રી પ્રોજેક્ટ સફળ થશે નહીંતર કરોડો રુપિયા ખર્ચાશે પણ વડોદરાવાસીઓને તેનો કોઇ લાભ નહીં મળે. ફક્ત વિશ્વામિત્રનું પાણી ખતરાના લેવલ પર આવે ત્યારે પૂર આવે એમ નહીં, પણ વિશ્વામિત્રોમાં એક ઈંચ પાણી આવે તો પણ શહેરમાં પાણી ભરાઇ જાય છે. આ પરિસ્થીતીથી શહેરીજનોને બચાવાની જરુર છે. વિશ્વામિત્રીમાં પાણી આવે કે ના આવે પણ એક ઇંચ વરસાદ પડે તો પણ શહેરના ઘણા એવા વિસ્તાર છે જે જળબંબાકાર થઇ જાય છે. વરસાંદી કાંસોમાં કચરો અને ગંદકીના થર જામેલા હોય છે અને તેની સફાઇ એવી રીતે કરાય છે કે ચોમાસામાં આ કાંસોનું પાણી રીતસર ઉભરાઇને સમગ્ર વિસ્તારને જળબંબાકાર બનાવી દે છે. ડ્રેનેજનું પાણી વરસાદી કાંસમાં વહી જાય છે તે બંધ કરવી જોઇએ. વરસાદી કાંસો અને તમામ ગટરો રોજે રોજ સાફ થવી જોઇએ અને તનું કડકાઇથી મોનિટરીંગ થવું જોઇએ આ કાંસો અને ગટરો બારે મહિના સાફ રહેવી જોઇએ અને ખાસ કરીને ગાયકવાડી શાસન સમયની કાંસો ખોલી દેવી જોઇએ જેની પર અત્યારે ગેરકાયદેસરના દબાણો થઇ ગયા છે. 



પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર કેવી રીતે જળબંબાકાર થાય છે ?
નદીના પટ પર કે નદીની આજુબાજુ હોય તેવા નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણીની અસર થાય તે દેખીતી વાત છે પણ ચોમાસામાં તો શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય...બંને તરફના વિસ્તારો જળબંબાકાર બની જાય છે. આ વિશ્વામિત્રીનું પાણી નથી પણ વરસાદી કાંસોની યોગ્ય સફાઇ ના થઇ હોય, ડ્રેનેજની સફાઇ ના થઇ હોય તેના કારણે થાય છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી કાંસોની સફાઇ , ડ્રેનેજની સફાઇ, વરસાદી કાંસો પર ઉભા થયેલા દબાણો તોડવાની કામગિરી કરાય તો જ શહેરને જળબંબાકાર થતું બચાવી શકાશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જળબંબાકાર નહી થાય તેવું ચિત્ર ઉભુ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે શાસક પક્ષ ચરી ખાય છે અને કરોડો રુપિયા સ્વાહા થઇ જશે. પણ ખરેખ તો તમામ વિસ્તારોમાં ભલે ગમે તેટલો વરસાદ પડે પણ વરસાદી પાણીનો તુરત જ નિકાલ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને તેવી વ્યવસ્થા કરવી ઉપરાંત તળાવના દબાણો અને પુરવાની પક્રિયા પર રોક લગાવાય અને આ પ્રકારના ગેરકાયદેસરના કામો કરનારાઓ સામે ગુનો દાખલ કરો તો જ શહેરીજનો પુર અને વરસાદી પાણી ભરવાની સમસ્યાથી બચી શકશે.

માટી તો નીકળી જશે પણ આરસીસીના સ્ટ્ર્કચર છે તેનું શું
વિશ્વામિત્રી નદીમાં અગોરા મોલથી લઇને ઘણા દબાણો છે. તેમાં પહેલા થોડુ દબાણ તોડાયું પણ બાકીનું દબાણ હજું તેમનું તેમ છે.  વિશ્વામિત્રી પરથી એક પણ પ્રકાર દબાણ હટયુ નથી. કોર્પોરેશને કન્સ્ટ્રક્શનના દબાણો હજું એક પણ જગ્યાએથી તોડ્યા નથી. અધિકારીઓ પ્રોજેક્ટના નામે લટાર મારવા નિકળી પડે છે પણ લટાર એ જગ્યાએ મારો જ્યાં દબાણો થયેલા છે, માટી તો નીકળી જશે પણ આરસીસીના સ્ટ્ર્કચર છે તેનું શું

આશિષ જોશી, કોર્પોરેટર

Reporter: admin

Related Post