મદુરાઈ : લૉકરમાંથી અંદાજે 17 કિલો સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. આ સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે પાંચ મહિના બાદ આ ઘટનાને અંજામ આપનાર ભાઈઓની ધરપકડ કરી છે.
કર્ણાટક સ્ટેટ બૅન્કમાંથી લૂંટાયેલું સોનું મદુરાઈ જિલ્લાના ઉસીલામપટ્ટીમાં એક ખેત કૂવામાં છુપાવવા બદલ ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે.
દાવણગેરે પોલીસે સોમવારે (31 માર્ચ) જાહેરાત કરી કે તેમણે આ કેસમાં મદુરાઈના ભાઈઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે.
લૂંટારુઓએ બૅન્કની લોખંડની બારી તોડી નાખી હતી અને ગૅસ કટરનો ઉપયોગ કરીને દાગીના ભરેલાં લૉકર તોડી નાખ્યાં હતાં.
કર્મચારીઓને ખબર પડી કે આશરે 17 કિલો સોનાના દાગીના ચોરાઈ ગયા છે.
બૅન્ક કર્મચારીઓએ એ પણ જોયું કે લૂંટારું બૅન્કના સીસીટીવી ફૂટેજ ધરાવતું ડીવીઆર બૉક્સ લઈ ગયા હતા અને કોઈ નિશાન છુપાવવા માટે લૂંટના સ્થળે મરચાંનો પાવડર છાંટ્યો હતો.
માહિતી મળતાં, સન્નાગિરિ પોલીસ સબ-ડિવિઝન એએસપી સેમ વર્ગીસ અને એસપી ઉમા પ્રશાંતના નેતૃત્વમાં અધિકારીઓ બૅન્ક પર પહોંચ્યા અને તપાસ હાથ ધરી. બૅન્ક લૂંટ અંગે પીએનએસ ઍક્ટ હેઠળ એફઆઈઆર નોધવામાં આવી હતી.
આ કેસમાં લૂંટારુંની ટોળકીને પકડવા માટે એસપી ઉમા પ્રશાંતના નેતૃત્વમાં છ ખાસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.
થાવનરે પોલીસે બૅન્કના 8 કિમી અને 50 કિમીના ત્રિજ્યામાં આવેલા સીસીટીવી ફૂટેજ તેમજ લૂંટ સમયે સેલ ફોન ટાવર પર રેકૉર્ડ થયેલા નંબરોનો ઉપયોગ કરીને સઘન તપાસ હાથ ધરી હતી.
ભદ્રાવતીમાં SBI બૅન્કની શાખામાં પણ આવી જ લૂંટની ઘટના બની હોવાથી પોલીસને શંકા હતી કે ઉત્તરીય રાજ્યના લૂંટારુંની ટોળકી આમાં સામેલ હોઈ શકે છે.
આ સંદર્ભમાં ગયા વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી 2025 સુધી પાંચ ખાસ ટીમો ઉત્તર પ્રદેશ સહિત ઉત્તરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવા માટે સીધી ગઈ હતી.
દાવણગેરે પૂર્વ ઝોનના આઈજી રવિકાંત ગૌડા કહે છે, "છેલ્લાં પાંચ મહિનામાં લૂંટ અંગે કોઈ પત્તો લાગ્યો ન હતો. તેઓએ આંગળીનાં નિશાન સહિત કોઈ નિશાન છોડ્યું ન હતું." એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમણે આ વાત કહી.
તેમણે કહ્યું, "લૂંટ સમયે રેકૉર્ડ કરેલા સેલ ફોન નંબરોની તપાસ કરતી વખતે એક નંબર વિશે શંકા જાગી. ત્યાર બાદ તેઓ એક પછી એક પકડાઈ ગયા.".
રવિકાંત ગૌડાએ લૂંટના કેસમાં ધરપકડ કરાયેલા વિજયકુમારની પૃષ્ઠભૂમિ વિશે પણ વાત કરી હતી.
વિજયકુમાર, જે 20 વર્ષથી વધુ સમયથી પોતાના પિતા સાથે નિયામતીમાં બેકરી ચલાવી રહ્યા હતા, તેમણે ગયા વર્ષે SBI બૅન્કમાંથી લોન માટે અરજી કરી હતી.
જોકે, તેમની અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે તેમના સંબંધીના નામે લોન માટે અરજી કરી. તે પણ નકારી કાઢવામાં આવી હતી.કર્ણાટક સ્ટેટ બૅન્કમાંથી લૂંટાયેલું સોનું મદુરાઈ જિલ્લાના ઉસીલામપટ્ટીમાં એક ખેત કૂવામાં છુપાવ્યા હતા.
Reporter: