પ્રમાણપત્રોના વેરીફિકેશનના નામે માત્રને માત્ર ટાઇમ પાસ, સમય લંબાતો જાય તેમ લોકો આ ભરતી કાંડ ભુલી જાય..

પાલિકાના જવાબદાર લોકોની જ તેમાં બેદરકારી અને સંડોવણી બહાર આવશે..
વડોદરા કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં જે કાંડ થયા છે તેની તપાસ કરવાના નામે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ માત્રને માત્ર ટાઇમપાસ કરી રહ્યા છે. છેલ્લએ 1 મહિનાથી બંને ભરતી વિવાદોમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ થઇ રહી છે નું ગાણુ ગાઇ રહ્યા છે પણ હજું પણ અધિકારીઓ એમ કહી શકવાની સ્થિતીમાં નથી કે તપાસ પુરી થઇ છે અને તેના આ તથ્યો બહાર આવ્યા છે. તેઓ આમ કહી શકે તેમ જ નથી કારણ કે તપાસમાં જે કંઇ બહાર આવશે તે ચોંકાવનારું હશે અને પાલિકાના જવાબદાર લોકોની જ તેમાં બેદરકારી અને સંડોવણી બહાર આવશે. સીએફઓ તરીકે જે ઉમેદવારને તેમણે પસંદ કરેલો છે. તેણે જે કોલેજમાંથી બીએસસી ફાયરનો કોર્સ કરેલો છે તે કોલેજમાં આ કોર્સ જ બંધ થઇ ગયો છે. તો હવે આ કોર્સ કરેલા ઉમેદવારને કેમ ડિસ્ક્વોલિફાય કરાતો નથી તેવો સવાલ પુછાઇ રહ્યો છે. વડોદરાના ચીફ ફાયર ઓફિસર અને ગુજરાત રાજ્યના સ્ટેટ ફાયર સર્વિસના ડાયરેક્ટર નલિન ચૌધરી સહિત ઘણા ફાયર અધિકારીઓ એવા છે કે જેમણે સાણંદ ખોડાની કોલેજમાં ફાયરનો કોર્સ કરેલો છે તો આ તમામ અધિકારીઓને ડિસ્ક્વોલિફાય કરવા જરુરી છે પણ કોર્પોરેશન આ દિશામાં તપાસ સુદ્ધા કરતું નથી. પ્રમાણપત્રોના વેરીફિકેશનના નામે માત્રને માત્ર ટાઇમ પાસ કરાઇ રહ્યો છે જેથી જેમ જેમ સમય લંબાતો જાય તેમ લોકો આ ભરતી કાંડ ભુલી જાય .હાલતો સ્થિતી આવી છે કે વડોદરાના ચીફ ફાયર ઓફિસરોને વહિવટમાં ગતાગમ પડતી ના હોવાથી વેન્ડરોને પુછી પુછીને નિર્ણયો લેવા પડે છે. તેમના રાજમાં તો એનઓસી આપવાની પ્રથા જ જાણે બંધ થઇ ગઇ છે અને અરજદારો ધક્કા ખાઇ રહ્યા છે. કોર્પોરેશની આ બંને મહત્વની જગ્યાઓ પર કમિશનર રાણાજીએ મનમાની કરી છે તે હવે જગજાહેર થઇ ગયું છે. બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોને બંને મહત્વની જગ્યા પર ભરતી કરી દેવાઇ છે અને વડોદરાનો શાસક પક્ષ ભેદી રીતે મૌન બનીને જોઇ રહ્યો છે. ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં મોટાપાયે ગેરરીતિ થઇ છે અને તેની ઉંડી તપાસથવી જરુરી છે. જો ગેરરિતીના થઇ હોય તો કમિશનર રાણાજીએ જાહેરમાં આવીને તમામ દસ્તાવેજો જગજાહેર કરી દેવા જોઇએ અને બંને ભરતીમાં નિયમો મુજબ પારદર્શીતા દાખવાઇ હોવાના પુરાવા જાહેર કરવા જોઇએ અને તો જ વડોદરા શહેરની જનતા કમિશનર રાણાજી પર વિશ્વાસ મુકશે અન્યથા કોર્પોરેશનમાં થયેલા પ્રત્યેક નિર્ણયો પાછળ શંકા થવા લાગશે.
જીપીએમસી એક્ટને પણ ઘોળીને પી જવાયો...
ભરતી પ્રક્રિયામાં પોતાને મન ફાવે તેવા નિયમો બનાવનારા કમિશનર રાણાજી જીપીએમસી એક્ટને પણ ઘોળીને પી ગયા છે અને કોર્પોરેશનનું આખુ તંત્ર હંગામી અધિકારીઓ વડે ચાલી રહ્યું છે. તેમના કાર્યકાળમાં ઉપરથી નીચે સુધી અધિકારીઓ હવાલા સંભાળી રહ્યા છે અને તેમાં પણ જીપીએમસી એક્ટનું ઉલ્લંઘન કરાયું છે. ખરેખર તો 6 મહિના માટે જો હંગામી ચાર્જ સોંપવો હોય તો તેમાં સ્ટેન્ડિગ કમિટીની મંજૂરી જોઇએ પણ કમિશનર રાણાજી પોતે જ સરકાર સમજતા હોવાથી તેમણે કોઇ પણ પ્રકારની મંજૂરી લીધી હોય તેવું લાગતું નથી. જીપીએમસી એક્ટ મુજબ હંગામી નિમણુંકો માટે દરેક વખતે સ્થાયીની મંજૂરી લેવી પડતી હોય છે. તો 2 વર્ષ સુધી રાણાજીએ જીતેશ ત્રિવેદીની નિમણુકની મંજૂરી લીધી હતી કે કેમ તેની પણ માહિતી આપવી જોઇએ. શહેરી વિકાસ વિભાગે તો તાત્કાલિક અસરથી આ નિમણુક રદ કરી દેવા જણાવ્યું છે પણ કમિશનર કોઇને ગાંઠતા નથી.
હજુપણ અનુભવ વગરના સીએફઓને ડિસ્ક્વોલીફાય કરાયા નથી...
ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણુંક પણ વિવાદોના ઘેરામાં છે. તેઓ આરઆર મુજબ યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા જ નથી. પાલિકાની સામાન્ય સભાએ પણ મનોજ પાટીલની નિમણુકની કમિશનરે કરેલી દરખાસ્તને નામંજુર કરી દીધી હતી પણ ત્યારબાદ એવું કંઇક થયું કે સામાન્ય સભાએ પણ બહાલી આપી હતી. પરંતુ પાલિકાના આરઆર મુજબ નિયમોનો ભંગ કરનારા મનોજ પાટીલને અત્યાર સુધી કમિશનર રાણાજીએ કેમ ડિસ્ક્વોલીફાઇ કર્યા નથી તેવો સવાલ શહેરભરમાં પુછાઇ રહ્યો છે. હવે તો ચીફ ફાયર ઓફિસર પણ ખુલ્લામાં આવીને જવાબ આપી શકે તેવી સ્થીતીમાં નથી કે તેમણે ક્યારે કઇ કોલેજમાંથી અભ્યાસ કરેલો
Reporter: admin







