News Portal...

Breaking News :

ભાજપ યુવા મોરચાના કાર્યકારના શિરે આખરે વોર્ડ 1 ના પ્રમુખનો તાજ

2025-03-31 10:26:30
ભાજપ યુવા મોરચાના કાર્યકારના શિરે આખરે વોર્ડ 1 ના પ્રમુખનો તાજ


જય હો જાડેજા, જય હો ગ્રીન બેલ્ટ.
બાપુએ રત્નાકરજીને આપેલી શુભેચ્છાઓ ફળી??

વડોદરા શહેરના 19 વોર્ડ્સ છે.અગાઉ ભાજપ મોવડી મંડળ દ્વારા 18 વોર્ડ પ્રમુખો ની જાહેરાત કરવામાં આવી હતી.માત્ર વોર્ડ નં.1 ના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા ન હતા.

  


વોર્ડ 1 મૂળે વિરોધ પક્ષના પ્રભુત્વ વાળો વોર્ડ ગણાય છે.અગાઉ ની બે મ્યુનિ.ચૂંટણીઓમાં અહીં થી વિપક્ષી નગર સેવકો ચૂંટાઈ આવ્યા હતા.એટલે ભાજપના વડીલોએ આ વોર્ડને પ્રતિસ્થાનો પ્રશ્ન બનાવવાનું અને આગામી ચૂંટણીમાં અહીં થી વિપક્ષનો સફાયો કરવાનું નક્કી કર્યું હોય અને એ કારણે જ વોર્ડ પ્રમુખ જાહેર કરવાનું બાકી રાખ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.આ પડકાર ઝીલી લેવા સક્ષમ ઉમેદવારની શોધ ચાલી રહી હોય એવું બની શકે.શહેરમાં હજુ વોર્ડ 1 ના પ્રમુખની જાહેરાત કરવાની બાકી છે એ વાત જાણે ભુલાઈ જ ગઈ હતી.ત્યારે આજે અચાનક વોર્ડ 1 ના પ્રમુખ તરીકે મયુર રાજસિંહ જાડેજાની વરણી કરવાની જાહેરાત થતાં 19 વોર્ડ પ્રમુખોની વરણીનું કામ આખરે પૂરું થયું છે.મયુર અગાઉ યુવા ભાજપ કાર્યકર હતો.તે એક જાણીતી રાજપથ હોટલના માલિક નો પુત્ર હોવાનું જાણવા મળે છે. એકાદ બે દિવસ અગાઉ રાજ્ય ભાજપના પ્રભારી રત્નાકર જીનો જન્મ દિવસ હતો.આ દિવસે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશજી અને અગ્રણી પરાક્રમસિંહ જાડેજા સહીત નેતાઓએ રત્નાકરજીને મળ્યા હતા. 


આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી,યોગાનુયોગ હતો કે પસંદગીનો સંકેત એની હાલમાં ચર્ચા ચાલી રહી છે.એ જે હોય તે શહેર ભાજપ ના વોર્ડ પ્રમુખોની નિયુક્તિ આખરે મોડી મોડી પણ સંપન્ન થઈ છે.હવે જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડું ક્યારે ઉકેલાશે તેની પર બધાની મીટ મંડાઈ છે.યુવાનને નેતૃત્વ સોંપીને ભાજપના મોવડીઓ એ વોર્ડ1 માં આક્રમક મોરચો માંડવાનો સંકેત આપી દીધો છે.

કોંગ્રસ માંથી આવો અને હોદ્દો લઇ જાવ 
વડોદરા શહેર ભાજપમાં અત્યારે પણ હાલ ભરતી મેળો ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવે છે અને ભાજપમાં હોદ્દો લઈને બેસી જાય છે. વોર્ડ નંબર એકના ભાજપ પ્રમુખ મયુર રાજસિંહ જાડેજા ની જે જાહેરાત કરવામાં આવી છે. તે અગાઉ NSUI માં તે કામ કરતા હતા. તેમનો પ્રચાર પણ કરતા હતા. NSUI માં પ્રમુખ બનવા માટે તેઓએ ફોર્મ પણ ભરાયા હતા. જોકે ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા અને યુવા મોરચામાં કાર્યકર તરીકે કામ કરતા હતા. જોકે બાપુના આશીર્વાદથી તેઓ વોર્ડ નંબર એકના પ્રમુખ બની ગયા છે.

Reporter: admin

Related Post