તળાવનું બ્યુટિફીકેશન કરાયા પછી પણ આ તળાવની આવી હાલત,..
રાત્રે દારુડીયાઓ અહીં દારુ પીને દારુની પોટલીઓ પણ નાખી દે છે, મોટા પાયે દેશી દારૂનો ધંધો ચાલે છૅ?.
કોર્પોરેશન દ્વારા તળાવોનું બ્યુટીફિકેશન કરીને વડોદરાની જનતાને એક તરફ ઉલ્લુ બનાવાઇ રહી છે. ત્યારે તળાવોની સંભાળ પણ રાખવામાં કોર્પોરેશનનું તંત્ર ઉણું ઉતર્યું છે. કરોડોના ખર્ચો બ્યુટિફીકેશન થાય છે પણ તળાવોની કુદરતી સુંદરતા અદ્રષ્ય થઇ જાય છે. બ્યુટિફીકેશનના નામે પણ કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.

શહેરના તરસાલી તળાવની હાલત એકદમ ખરાબ છે. તળાવની ફરતે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તળાવો ઉંડા કરવાના અને તળાવોમાંથી પાણી ખાલી કરવામાં લાખો રુપિયા ખર્ચી રહેલા રાણાજી તરસાલી તળાવની મુલાકાત લેશે તો તેમને કોર્પોરેશનનું તેમનું તંત્ર કેવી કામગિરી કરે છે તે સહેલાઇથી નરી આંખે તેમને જોવા મળી શકે છે. વિશ્વામિત્રીના પટમાં ગેરકાયદેસર દારુની ભઠ્ઠીઓના ફોટા પાડીને પોલીસ કમિશનરને મોકલીને પોલીસ કમિશનરને તેમની કામગિરી બતાવનારા રાણાજીએ તરસાલી તળાવની આસપાસ થયેલી ગંદકીના ફોટો પોતાના તંત્રને મોકલવા જોઇએ. રાણાજીને આ તસવીરો જોતાં શરમ આવી જશે. વડોદરા કોર્પોરેશન તળાવોની સફાઇ કરવાના નામે લોકોને કેવા ઉલ્લુ બનાવે છે તે આ તસવીરો જોતાં જ ખ્યાલ આવી શકે છે. તળાવના કિનારે કચરાના ઢગલા જોવા મળ્યા છે, ઘણા સમયથી અહીં સફાઇ જ થઇ ના હોય તેવું જોવા મળે છે. કચરાના ઢગલાના કારણે ગંદકી પણ થઇ ગઇ છે અને અસહ્ય દુર્ગંધ પણ આવી રહી છે. કચરો એકત્ર કરવા માટે જે મોટો ઘડો અહીં મુકાયો હતો તે જ ઘડો કોઇએ અહીં ઉંધો કરી નાખ્યો છે અને તેના કારણે કચરો ઠેર ઠેર વિખેરાઇ ગયો છે. તળાવનું બ્યુટિફીકેશન કરાયા પછી પણ આ તળાવની આવી હાલત છે અને બ્યુટીફીકેશનનો કરોડોનો ખર્ચો પાણીમાં ગયો છે. તળાવની સાચવણી માટે બે વોચમેન હોવા છતાં દેશી દારુની પોટલીઓ જોવા મળે છે . તરસાલી તળાવ પાસેથી પસાર થતાં નાગરીકોને અસહ્ય દુર્ગંધથી મોં ઢાકીને જવું પડે છે. કોર્પોરેશનનો કોઇ જ કર્મચારી કે અધિકારી જાણે અહીં ફરક્યો જ ના હોય તેમ લાગે છે કારણ કે સફાઇના નામે મીંડુ જોવા મળ્યું છે. રાત પડે આ વિસ્તાર અસામાજીક તત્વોનો અડ્ડો બની જાય છે કારણ કે રાત્રે દારુડીયાઓ અહીં દારુ પીને દારુની પોટલીઓ પણ નાખી દે છે. આ વિસ્તારમાં આસપાસમાં દેશી દારુનો ધંધો મોટા પ્રમાણમાં ચાલે છે અને તેથી નશો કરનારા તત્વો તળાવ પાસે આવીને ગંદકી કરે છે. તળાવની સફાઇ થઇ તો આસપાસ દબાણ પણ વધી ગયા છે. કમિશનરે મોટી મોટી ડંફાસો મારવા કરતાં અને માત્ર ભીમનાથ તળાવની વિઝીટ લેવા કરતાં તરસાલી તળાવની વિઝીટ પણ કરવી જોઇએ આ વિસ્તારના નાગરીકો તરસાલી તળાવની આસપાસ ફરકી પણ શકતા નથી કારણ કે અહીં ગંદકી જ વધારે છે, તળાવની યોગ્ય રીતે જાળવણી કરાતી નથી અને તેના કારણે અસામાજીક તત્વો પણ પગપેસારો કરી રહ્યા છે.

ઠેર ઠેર દારુની પોટલીઓ...
તરસાલી તળાવની હાલત ખરાબ થઇ ગઇ છે. અસામાજીક તત્વો રાત્રે તળાવ પાસે ભેગા થાય છે અને દારુ પીને દારુની પોટલીઓ પણ અહીં જ નાંખી દે છે. આસપાસ દેશી દારુનો મોટો ધંધો ચાલતો હોવાથી દારુડીયાઓ માટે તરસાલી તળાવ સ્વર્ગ સમાન બની ગઇ છે. તળાવનું બ્યુટિફીકેશન કરાયા પછી પણ આ તળાવની આવી હાલત છે અને બ્યુટીફીકેશનનો કરોડોનો ખર્ચો પાણીમાં ગયો છે. તળાવની સાચવણી માટે બે વોચમેન હોવા છતાં દેશી દારુની પોટલીઓ જોવા મળે છે. વોર્ડ ઓફિસર કોઇ કામગિરી કરતા નથી અને દબાણોનો પણ રાફડો જોવા મળે છે.
તળાવના કિનારે પોટલીઓ અંગે પોલીસને કમિશનર જાણ કરશે ખરા...
વિશ્વામિત્રીના પટમાં ચાલી રહેલી દેશી દારુની ભઠ્ઠીઓના ફોટા કમિશનરે પોલીસ કમિશનરને મોકલ્યા હતા પણ જે રીતે તરસાલી તળાવના કિનારે દારુની પોટલીઓ પડી છે અને આસપાસ દેશી દારુની ભઠ્ઠીઓ ધમધમે છે તેના ફોટા રાણાજી પોલીસ કમિશનરને મોકલશે ખરા તે પ્રશ્ન શહેરીજનો કરી રહ્યા છે. પોતાનું તંત્ર તો યોગ્ય કામ કરતું નથી અને પોલીસ કમિશનરે ફોટા મોકલીને પોલીસને કામ કરતા શીખવાડાય છે તે દંભી નીતિ શહેરીજનો હવે જાણી ગયા છે. આ વિસ્તારમાં રહેતા ભદ્ર નાગરીકો તો તરસાલી તળાવની આસપાસ પણ ફરકી શકતા નથી. ભલે તળાવનું બ્યુટીફિકેશન કરાયું પણ તેની યોગ્ય જાળવણી કરવામાં કોર્પોરેશન તદ્દન નિષ્ફળ ગયું છે. આવી જ હાલત શહેરના અન્ય તળાવોની પણ છે પણ કોઇ તેના પર ધ્યાન આપતું નથી.
Reporter: admin