ગ્લોબલ સ્ટાર રામ ચરણ આજકાલ પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ ‘પેડ્ડી’ માટે ખુબજ મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર છે બુચી બાબુ સના અને તેને વૃદ્ધિ સિનેમા અંતર્ગત વેંકટ સતીશ કિલારૂ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. જ્યારે મૈત્રી મૂવી મેકર્સ અને સુકુમાર રાઇટિંગ્સ આ પ્રોજેક્ટને પ્રસ્તુત કરી રહ્યા છે.
આ ફિલ્મ ખૂબ જ ભવ્ય રીતે બનાવી રહી છે અને તેના પ્રોમો કન્ટેન્ટથી તે દેશભરમાં ખૂબ જ ચર્ચામાં રહી છે. ખાસ કરીને પહેલી ઝલક જે રીલીઝ થઈ હતી, તેણે તમામ ભાષાઓ અને વિસ્તારોના દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે.હવે ફિલ્મનું આગામી મોટું અને મહત્વપૂર્ણ શેડ્યૂલ કાલથી શરૂ થવાનું છે. આ સત્ર પહેલા રામ ચરણ પોતાની ભૂમિકા માટે જાતે ઘણું બદલાઈ ગયા છે. તેમણે ખુબજ ટ્રેનિંગ કરી છે અને પોતાને શારીરિક રીતે તાકાતવાન અને એનર્જીથી ભરેલી દેખાવ માટે તૈયાર કરી દીધા છે.હાલમાં જાહેર થયેલી જીમની તસવીરોમાં તેઓ ઘીંચેલી દાઢી, પાછળ બંધાયેલા વાળ અને શક્તિશાળી શરીર સાથે જોવા મળે છે – જે બતાવે છે કે તેઓ કેવી શિસ્ત અને પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છે. આ બદલાવ માત્ર દેખાવ માટે નથી, પરંતુ રોલ માટેની સંપૂર્ણ તૈયારી બતાવે છે.
આ રૂપમાં રામ ચરણ ખરેખર એક ‘ગ્રીક દેવતા’ જેવી અસર છોડી રહ્યા છે – એકદમ ‘બીસ્ટ મોડ’માં!‘પેડ્ડી’ ફિલ્મ 27 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવાની છે – જે રામ ચરણના જન્મદિવસ સાથે મેળ ખાય છે. આ ફિલ્મને તેમની સૌથી મોટી ફિલ્મોમાં માનવામાં આવી રહી છે. અને જેમ તેમણે શરીર માટે મહેનત કરી છે, તેમ જ લોકો તેમના અભિનય માટે પણ એવી જ ઊંડાણ અને પાવરફૂલ પર્ફોર્મન્સની અપેક્ષા રાખી રહ્યા છે.હાલમાં કન્નડ સુપરસ્ટાર શિવરાજકુમારની ઝલક પણ તેમના જન્મદિવસે રિલીઝ કરવામાં આવી હતી, જેને કારણે ફિલ્મ માટે વધુ ઉત્સાહ ઊભો થયો છે. ફિલ્મમાં જાહ્નવી કપૂર લીડ એક્ટ્રેસ છે, જ્યારે જગપતી બાબુ અને દિવ્યેન્દુ શર્મા સહાયક ભૂમિકામાં છે.ફિલ્મની સીનેમેટોગ્રાફી આર. રત્નવેલુ દ્વારા થઈ રહી છે, અને સંગીત આપી રહ્યા છે ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાન. એડિટિંગના જવાબદાર છે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નવિન નૂલી.જે રીતે ટીમ 27 માર્ચ, 2026ની રિલીઝ તરફ ઝડપથી આગળ વધી રહી છે, તેમ ‘પેડ્ડી’ માટે દર્શકોનો ઉત્સાહ પણ દિવસેને દિવસે વધતો જાય છે.
Reporter: admin







