વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ છતાં માંજલપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ થમવાનુ નામ નહી લઈ રહી છે, ત્યારે વડોદરા શહેર માંજલપુર બરોડા હાઇટ્સ માં છેલ્લા બે મહિનાથી ચોરી બનાવી બની રહ્યા છે.

શહેરમાં અવાર નવાર વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો બનતા હોય છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થતા હોય છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા બરોડા હાઇટ્સ માં પેલા બે મહિનાથી ચોરીના બનાવો બનવા પામ્યા છે ત્યારે હવે ચોરોએ એલઆઇજી અને એમઆઈજીના ટાવરોમાં સેફ્ટી સાધનો ચોરી થવાની ફરિયાદ સામે આવી છે.

ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો ચોરીના બનાવો બનતા હોય તો સામાન્ય નાગરિકો ની શું સુરક્ષા પર ઉઠ્યા સવાલો LIG અને MIG ના સ્થાનિક લોકોએ અનેક વખત માંજલપુર પોલીસ ને જાણ કરી છતાં કોઈ પણ પ્રકાર ની સુરક્ષા વધારો કરવામાં આવી નહી આ સોસાયટી માં આશરે ૫૦૦૦ થી વધુ લોકો રહે છે. તેવો લોકો દ્વારા આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી.



Reporter: admin







