સાક્ષીના BNSSની કલમ 183 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયા...

વડોદરામાં હોળીના દિવસે (13 માર્ચ, 2025) રાત્રે નશો કરી 140ની ઝડપે વોક્સવેગન કાર દોડાવી રક્ષિત ચૌરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધ હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં કારેલીબાગ પોલીસે ચાર્જશીટ તૈયાર કરી દીધી છે. આ ચાર્જશીટ પોલીસ ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરશે.ચાર્જશીટ પ્રમાણે અકસ્માત બાદ પણ 5 સેકન્ડ સુધી રક્ષિત ચૌરસિયાની કારની સ્પીડ 140 હતી. ત્યાર બાદ કારની મલ્ટી ક્લોઝન બ્રેક એક્ટિવ થઈ ગઈ હતી જેથી કાર ઓટોમેટિક ઊભી રહી હતી. રક્ષિતે તો બ્રેક પર પગ મૂક્યો જ નહોતો. રક્ષિતકાંડમાં અકસ્માતને નજરે જોનારા 12 સાક્ષીના BNSSની કલમ 183 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યાં છે. પોલીસે 100ની આસપાસ સાક્ષીઓ પણ ચકાસ્યા છે. શરૂઆતમાં પોલીસે પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવ્યા હતા, પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાં બંનેએ ડ્રગ્સ લીધું હોવાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેથી પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો હતો અને પ્રાંશુ અને સુરેશની ધરપકડ કરી હતી. પોલીસે અકસ્માત સમયે આરોપી રક્ષિતનો વીડિયો ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો. રક્ષિતનો આ ઉપરાંત 26 નવેમ્બર 2024ના રોજ પ્રાંશુએ પોતાની વોક્સવેગન કાર રક્ષિતને ચલાવવા માટે આપી હતી. તે દિવસે રક્ષિતે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને ડિવાઈડર પર ચડાવી દીધી હતી. તે દિવસે કોઈ જાનહાની થઈ નહોતી. આસપાસના લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. આ અકસ્માતનો રિપોર્ટ પણ કંપનીએ પોલીસને આપ્યો છે. પ્રાંશુ જાણતો હતો કે, રક્ષિતે ફૂલ સ્પીડમાં કાર ચલાવવાની ટેવ છે તેમ છતાં પ્રાંશુએ રક્ષિતને બીજીવાર કાર ચલાવવા માટે આપી હતી અને રક્ષિતે અકસ્માત કરીને મહિલાનું મોત નીપજાવ્યું હતુ.
હોળીની રાત્રે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચ, 2025ના (હોળીની રાત્રે) નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં એક બાળક-બાળકી સહિત કુલ 7ને ઈજા થઈ હતી. અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી સાપરાધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.
Reporter: admin