વડોદરાના દેશ વિદેશમાં ચર્ચા જગાવનારા ચર્ચાસ્પદ રક્ષિતકાંડના કેસમાં ખોટી રીતે ધરપકડ કરાયેલા આરોપી પ્રાંશુ ચૌહાણની અટક ગેરકાયદેસર અને ગેરબંધારણીય માની તાત્કાલિક મુક્ત કરવાના મેજિસ્ટ્રેટના હુકમ સામે સરકાર દ્વારા કરવામાં આવેલી રિવિઝન અરજી આજરોજ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરી મેજિસ્ટ્રેટના હુકમને યોગ્ય માન્યો છે તેમ એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે બંધારણીય જોગવાઈ નેવે મૂકી કારેલીબાગ પોલીસ દ્વારા ખોટી રીતે તા. ૦૫-૦૪-૨૦૨૫ના રોજ અટક કરવામાં આવ્યો હતો અને પ્રાંશુના વકીલ દ્વારા લેવાયેલા વાંધા ગ્રાહ્ય રાખી અદાલતે પ્રાંશુને મોટી રાહત આપી હતી. ઉલ્લેખનિય છે કે લિકા દહનની રાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગાંજાના નશામાં રક્ષિત ચૌરસિયા એ અનેક વાહનોને અડફેટે લીધા હતા.
આ ઘટના સમયે તેની બાજુમાં તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ બેઠો હતો. આ કેસમાં અધિક ચીફ જ્યુ. મેજિ. દ્વારા પ્રાંશુ ચૌહાણને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. જેની સામે સરકારે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરીને પ્રાંશું ચૌહાણની કસ્ટડી માંગી હતી
Reporter: admin