પોલીસે ત્રણેયના લોહીના જરૂરી નમૂના લઇ ફોરેન્સીક તપાસ અર્થ મોકલી આપ્યાં હતા..
આ મામલે ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો નોંઘવામાં આવ્યો.

રક્ષિતકાંડની ચાલી રહેલી પોલીસ તપાસમાં આજે મોટો ખુલાસો થયો છે. અકસ્માત સર્જાયા પહેલા રક્ષિતે તેના મિત્રો પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સાથે ગાંજાનો નશો કર્યો હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું છે. રક્ષિતે કયા પ્રકારનો નશો કર્યો હતો. તેની તપાસ અર્થે પોલીસે ત્રણેયના લોહીના જરૂરી નમૂના લઇ ફોરેન્સીક તપાસ અર્થ મોકલી આપ્યાં હતા. જેનો રિપોર્ટ પોલીસને મળતા રક્ષિતે અકસ્માત સર્જતા પહેલા મિત્રો સાથે ગાંજાનો નશો કર્યો હોવાનુ રિપોર્ટમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે રક્ષિત ચૌરસીયા, પ્રાંશુ ચોહાણ અને સુરેશ ભરવાડની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી છે. પોલીસે તેઓ ગાંજો ક્યાંથી લાવ્યા અને ક્યાં નશો કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગત હોલીકા તહેવારની રાત્રે શહેરના કારેલીબાગ સ્થિત આમ્રપાલી કોમ્પ્લેક્ષ નજીક રક્ષિત ચોરસિયાએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રક્ષિતે ત્રણ વાહનોને અડફેટે લઇ આઠ લોકોને ફંગોળ્યા હતા. ગંભીર અકસ્માતમાં એક મહિલાએ ઘટના સ્થળેજ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.અકસ્માત સર્જી કારમાંથી બહાર નિકળેલા રક્ષિતે અનધર રાઉન્ડ... અનધર રાઉન્ડની બુમો પાડતા લોકોએ તેની પકડી પાડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. રક્ષિત સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સાપરાધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નોંધાયો હતો. પોલીસે આ ગુનામાં રક્ષિત ચોરસિયા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લઇ ફોરેન્સીક તપાસ અર્થે મોકલી આપ્યાં હતા. આ મામલે ડીસીપી પન્ના મોમાયાએ માહિતી આપતા જણાવ્યું કે, રક્ષિત, પ્રાંશુ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેનો રિપોર્ટ આજરોજ આવતા ત્રણેય ગાંજો પીધો હોવાનું ખુલ્યું છે. જેથી આ મામલે ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો નોંઘવામાં આવ્યો છે. પોલીસે સુરેશ ભરવાડની પણ શોધખોળ શરુ કરી છે.


Reporter: admin







