કમાટીબાગમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાસે અંડરગ્રાઉન્ડ વોટર લાઈનમાં કામગિરી શરુ કરાઇ.
1.75 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નંખાઇ હોવા છતાં સ્થાનિક લોકોને પાણી મળતું નથી...
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એટલા સ્માર્ટ છે કે તેમના અનુભવનો લાભ રોજ વડોદરાવાસીને મળી રહે છે.

વડોદરાવાસીઓએ એવા પુણ્ય કર્યા હશે કે પાપ કર્યા હશે કે તેમને આવા સ્માર્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મળ્યા છે . શહેરના કાસમઆલા વિસ્તારમાં નવી નંખાયેલી પાણીની પાઇપ લાઇનનું જોડાણ જ સ્માર્ટ બુદ્ધીના કોન્ટ્રાક્ટર એ.કે.ઇન્ફ્રાસ્ટ્રકચરે ખોટુ કરી દીધું છે અને તેના કારણે 1.75 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નંખાઇ હોવા છતાં સ્થાનિક લોકોને પાણી મળતું નથી. કોન્ટ્રાક્ટરે તો બુદ્ધીનું પ્રદર્શન કર્યું પણ જવાબદાર અધિકારીઓએ પણ યોગ્ય રીતે સુપરવીઝન ના કરીને કોન્ટ્રાક્ટરના બુદ્ધી પ્રદર્શનને સાથ આપી દીધો છે.
સ્માર્ટ સીટી વડોદરાના સ્માર્ટ સત્તાધીશોના સ્માર્ટ કોન્ટ્રાક્ટરે કાસમઆલા વિસ્તારમાં રૂ 1.75 કરોડના ખર્ચે નાંખેલી લાઈનનું ખોટુ જોડાણ જ ખોટુ કર્યુ છે. કોન્ટ્રાક્ટર એ.કે.ઈન્ફાની બુદ્ધીના પ્રદર્શનના પાપે સ્થાનિકોને પીવાનું પાણી મળતું નથી અને તેથી આજે સ્થાનિક રહીશોએ તંત્રના વિરોધમાં ચક્કાજામ કર્યો હતો. કોર્પોરેશને લોકોનો રોષ પારખી તાત્કાલીક તપાસ કરતાં કોન્ટ્રાક્ટર એ.કે. ઇન્ફ્રા. એ પાઇપ લાઇનનું ખોટુ જોડાણ કરી દીધું હોવાનો પર્દાફાશ થયો હતો. પોતાની ભુલ છાવરવા તંત્રએ યુદ્ધના ધોરણે કામગિરી શરુ કરી હતી અને કમાટીબાગમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાસે અંડરગ્રાઉન્ડ વોટર લાઈનમાં કામગિરી શરુ કરાઇ હતી.
ભુતડી ઝાંપા કાસમઆલા વિસ્તારમાં લોકોને પાણીની મોટી સમસ્યા હતી અને તેથી 1.75 કરોડના ખર્ચે પાણીની નવી લાઇન નાખવામાં આવી હતી પણ તેમાં પણ કોન્ટ્રાક્ટર એક.ઇન્ફ્રા એ બુદ્ધીનું પ્રદર્શન કર્યું. આ જાણી જોઇને કર્યું હોય તેમ લાગે છે જેથી ફરી કામ કરવામાં આવે અને ફરી કોર્પોરેશન પાસેથી મોટી રકમ ખંખેરવામાં આવે તેમ લાગી રહ્યું છે. ભ્રષ્ટ અધિકારીઓએ પણ તેમાં સાથ આપ્યો અને યોગ્ય રીતે સુપરવીઝન જ ના કર્યું . જેના કારણે 1.75 કરોડનો ખર્ચો કર્યો હોવા છતાં લોકોને પાણી મળતું નથી અને કોન્ટ્રાક્ટર જલસા કરતો થઇ ગયો હતો.
Reporter: admin







