રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈનેભ્રષ્ટાચાર ની હકીકતો સામે આવી રહીં છે. રાજકોટ TRP ગેમઝોન કોર્પોરેશન ચોપડે પાર્ટીપ્લોટ નોંધેલો છે.માત્ર પૈસા કમાવવા માટે થઈને લોકોના જીવ સાથે રમત રમવામાં આવી હતી
મહત્વની વાત તો એ છે કે, આ ગેમઝોનની ઉદ્ઘાટન માટે અધિકારીઓ જ આવ્યા હતા, તો શું તો અધિકારીઓને એ નહોતી ખબર કે ગેમ ઝોનમાં કાયદાનો ભંગ કરવામાં આવેલો છે. ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે કે, અમને રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય વિશ્વાસ નથી ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી કે, જેમાં લોકોનો જીવ લેવાયો હોય! આ પહેલા પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે.રાજકોટ અગ્નિકાંડને લઇ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચાર ચાર વર્ષથી જ્યાં ગેમ ઝોન ચાલતો હતો તે જગ્યા રાજકોટ મનપા ચોપડે પાર્ટી પ્લોટ તરીકે નોંધાયેલો છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ મનપા પાર્ટી પ્લોટનો ટેક્ષ પણ વસુલ કરતી હતી.
અહીં એવું સાબિત થાય છે કે, ખરેખર મનપા ઊંઘી રહીં હતી. કારણ કે, જ્યા ચાર વર્ષથી ગેમ ઝોન ચાલી રહ્યો હોય અને મનપાને તેની જાણ ના હોય તે કેવી રીતે શક્ય બને? નોંધનીય છે કે, નાના કોઈ વ્યક્તિ ઘરમાં થોડો સામાન રાખ્યો હોય તો દુકાન ગણાવીને વેરો વસૂલતી મનપાએ ગેમ ઝોનને લઈને આખ આડે હાથ કેમ હતા?મળતી વિગતો પ્રમાણે આ TRP ગેમ ઝોન આજે પણ રાજકોટ મહાનગર પાલિકાના ચોપડે જે.એસ.પાર્ટી પ્લોટ છે. તો શું રાજકોટ મનપા અધિકારીઓ બાંધકામ નહીં દેખાયું હોય? કારણ કે, એક પાર્ટી પ્લોટ અને ગેમ ઝોનમાં જમીન આસમાનનો ફરક છે! અહીં તો જાણે મનપાના જ અધિકારીઓની મિલીભગત હોય તેવું લાગી રહ્યો છે.
Reporter: News Plus