દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરા તફરી મચી ગઈ છે.ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરા તફરી મચી ગઈ છે. આજે સવારે 5.35 વાગ્યે ધમકી મળી હતી.
આ પછી ફ્લાઈટમાંથી મુસાફરોને તાત્કાલિક ધોરણે ફ્લાઈટમાંથી ઉતરાવામાં આવ્યા હતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પેસેન્જરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા મુસાફરો કૂદતા પણ જોવા મળ્યા હતા. બોમ્બ હોવાની ધમકીને કારણે દિલ્હી એરપોર્ટ પર ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે.
એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે પ્લેનને તપાસ માટે આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું છે. એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલ ઘટનાસ્થળે છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યાનુસાર દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આજે સવારે 5.35 વાગ્યે મળી હતા. ક્યુઆરટી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
Reporter: News Plus