ભરૂચ થી ૧૧ કિલોમીટર અંતરે આવેલ દેરોલ ગામ ના પાટિયા નજીક આજ રોજ ૬ જૈન સાધ્વીજી ભગવંત ઉપર હુમલો કર્યો હતો.
બનાવની વધુ વિગત મુજબ જૈન સાધ્વીજી ભગવંત આજ રોજ તેમના નિત્ય ક્રમ મુજબ સવારે ૪. ૩૦ કલાકે ભરૂચ શ્રીમાળીપોળ ખાતે થી તેવોની પદ યાત્રા આરંભી હતી. ત્યારે મહંમદ પુરા થી એક આદેધ વય ની વ્યક્તિ તેવોનો પીછો કરવાનો શરૂ કરેલ હતું.
આ વ્યક્તિ એ તેમનો પીછો કરતા કરતા બુમો પાળી તેમને ડરવાની પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ નજીક અત્યંત નજીક આવનો પ્રયત્ન કરતા જૈન સાધ્વી ઓ એ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું. તે દરમિયાન ઉસેરાઈક ઈસમ એ પોતાના કમર પટ્ટા દ્વારા ૬ સાધ્વીજી ભગવંતતો ને માર મારવાનું શરૂ કરી દીધું. જે દરમિયાન ૧ સાધ્વીજી ને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતા.
આ બનાવ ને જોતા રસ્તા પર થી પસાર થતા એક સ્થાનિક શાકભાજી વાળા ભાઈ એ વચ્ચે પળી બચવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન ઈસમ એ એ શાકભાજી વાળા ભાઈ ને પણ માર માર્યો હતો અને ભાગી છૂટ્યો હતો. પરંતુ સ્થાનિક વ્યક્તિ ઓ ની મદદ થી તેને દેરોલ ચોકળી પાસે થી પકડી લેવામાં આવ્યો હતો. અને બીજા સ્થાનિક વ્યક્તિઓ એ તેને પોલીસ ને હવાલે કર્યો હતો. બનાવની જાણ થતાં ભરૂચ અને અજુ બાજુ ના જૈન સમાજ ના લોકો હજાર થઈ જૈન સાધુ સાધ્વી ભગવંતો ને પદયાત્રા માં સુરક્ષા માં માંગણી કરી હતી.
Reporter: News Plus