રાજકોટની ગોજારી ઘટનામાં મુખ્ય સંચાલક પ્રકાશ હિરેન જૈન લાપતા હતો ન તો તેનો મૃતદેહ મળ્યો હતો ન તો તેની કોઈ ભાર મળી હતી
જેથી પરિવારજનોએ આશંકા સેવી હતી કે તે ગુમ થયો છે અને વડોદરામાં રહેતા તેના ભાઈએ પોલીસ ફરિયાદ પર નોંધાવી હતી જોકે તપાસમાં તેનું મૃત્યુ ગેમ ઝોનમાં જ થયું હોવાનું બહાર આવ્યું છે સીસીટીવી ફૂટેજમાં પણ તેઓ અંદર દોડતા દેખાયા હતા તેઓ વડોદરા સમા રોડ પર બીઆરજી હાઇટ્સમાં 204 નંબરના ફ્લેટમાં રહેતા હતા અને ગેમ ઝોનમાં 60% ના ભાગીદાર હતા વડોદરાના આ ઇન્વેસ્ટરે રાજકોટમાં પોતાની મૂડી ઇન્વેસ્ટ કરી હતી અને ત્યાં જ વ્યવસાય કરતા હતા. વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે તેઓની ફાઇનાન્સ ની પેઢી પણ આવેલી છે જોકે હાલમાં ડીએનએ રિપોર્ટ બાદ તેઓની ઓળખ થઈ ચૂકી છે અને તેઓનું મોત ગેમ ઝોનમાં જ થયું હોવાનું ફલિત થયું છે.
Reporter: News Plus