રાજકોટ અગ્નિકાંડ હજુ કોઈ ભૂલી શક્યું નથી અને તેમાં જે લોકો ની નિષ્કાળજી હતી એ લોકો ને સજા મળવી જોઈએ એ બાબતે હાઇકોર્ટ માં ત્રીજી વાર સુનાવણી હાથ ધરવામા આવી .
રાજકોટ અગ્નિકાંડ બાબતે રાજકોટ ટીઆરપી ઝોન ની ત્રીજી સુનાવણી માં હાઇકોર્ટ માં સુનિતા અગ્રવાલ અને પ્રવીણ ત્રિવેદી નું સુનવણી હાથ ધરવામાં આવી . ૨૫ મેં એ બનેલ દુઃખદ ઘટના ના ૨૭ લોકો એ જીવ ગુમાવ્યો હતો .એડવોકેટે પંચાલ દ્વારા જણાવ્યું હતું કે ગેરકાયદેસર બિલ્ડીંગ ચાલતી હતી તેને લગતા નિયમો સામે પગલાં લેવાય એવું જણાવ્યું હતું .વધુ માં તેમને જણાવ્યું કે બિલ્ડીંગ,ક્લાસ ,મોલ હોસ્પિટલ જેવી જગ્યાઓ પર ફાયર પ્રિવેન્શન સિસ્ટમ જરૂરી છે અને ત્યાં નું રેગ્યુલર ચેકીંગ તંત્ર દ્વારા થવું જરૂરી છે.
આ રીત ની ગેરકાયદેસર જગ્યાઓ માં કોઈ પરમીસન ન મળવી જોઈએ એ પણ તેમને હાઇકોર્ટ માં જણાવ્યું હતું અગાઉ પણ ઘણી આવી દુર્ઘટના બની ગઈ છે તો પણ તંત્ર ની આંખ ખુલતી નથી અને આવી ગેરકાયદેસર જગ્યા માટે પરમીસન મળી જાય છે જે ખોટું છે ,એનો ભોગ સામાન્ય વ્યક્તિ અને તેમનો પરિવાર બને છે.મહાનગરપાલિકા ની નિષ્કાળજી ના કારણે કોઈ નો પરિવાર અધૂરો થઇ જાય છે એની તેમને રજુઆત કરી, આ બાબતે કડક સજા ગુનેહગારો ને મળે એવું તેમને જણાવ્યું હતું .
Reporter: News Plus