સુરત તક્ષશિલા, મોરબીપૂલ કાંડ, વડોદરા હરણીબોટ કાંડ કે રાજકોટ ગેમઝોન કાંડમાં સામેલ આરોપીઓ ને બચાવા ભાજપના મળતીયા દબાણ કરતા આવ્યા છે તેમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે
આ દરમિયાન રાજકોટના એક સ્થાનિક પ્રતિષ્ઠિત અખબારના સનસનીખેજ અહેવાલ પ્રમાણે રાજકોટ શહેર ભાજપના પ્રમુખનું નામ સામે આવ્યું છે કે, તેઓ સંચાલકોને બચાવવાની વાત કરી રહ્યા છે. જો તેઓ સંચાલકોને બચાવી રહ્યા છે તો ગુજરાતની જનતા તેમને માફ નહીં કરે. મુકેશ દોશીઓ આ અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘મારી પર લગાવવામાં આવેલો આ આરોપ ખોટો છે. મે કોઈના માટે પણ કોઈ ભલામણો નથી કરી. ચાહો તો મારો ફોન ચેક કરી શકો છો, મારી ખુલ્લી ચેલેન્જ છે.
મારા ફોનમાંથી કોઈને પણ એક ફોન ગયો હોય તો હું રાજકારણ જ નહીં પરંતુ રાજકોટ શહેર છોડી દઈશ. હું રાજકારણી પછી છું પહેલા સમાજ સેવક છું.’ વધુમાં કહું તેમણે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી વાત જણાવી હતી.
Reporter: News Plus