વડોદરા: શહેરમાં બુધવારે સાંજના સમયે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા અનેક નીચલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે ગોરવા વિસ્તારમાં દશામાં ચાર રસ્તા પાસે પાણી ભરાતા આવતા જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.અનેક ટુ વ્હીલર ચાલકની ગાડી બંધ હાલતમાં લઈ જતા જોવા મળ્યા હતા.થોડા વરસાદમાં જ વડોદરા મહાનગર પાલિકાની વિકાસની પોલ ખૂલી ગઈ હતી.




Reporter: admin







