વડોદરા : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સંસ્કારી અને કલાનગરીની મુલાકાતે હતા, ત્યારે ગણેશજીના આ ઉત્સવમાં ગોત્રી ક્રિસ્ટલ પ્રમુખ પંડાલની મુલાકાત લીધી હતી.

ગોત્રી વિસ્તાર સ્થિત ક્રિસ્ટલ પ્રમુખ ટાવરમાં આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી થીમ સાથે કરવામાં આવી રહી છે. “ઓપરેશન સિંદૂર” થીમ હેઠળ સુશોભિત મંડપમાં શ્રી ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરાઈ છે.આ થીમ અંતર્ગત પંડાલમાં દેશપ્રેમનો સંદેશ ઝળહળે છે. સેનાના જુવાનોનાં પ્રતિબિંબો, ત્રિરંગાની ભવ્ય સજાવટ અને રાષ્ટ્રની સુરક્ષાનો અહેસાસ કરાવતા દ્રશ્યો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.



Reporter: admin







