વડોદરા : ગઈ સમી સાંજે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હવામાનમાં પલટો આવી વરસાદ વરસ્યો છે.
જેના કારણે શહેરીજનોને બફારા તેમજ ગરમી માંથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.હવામાન વિભાગની આગાહી મુજબ જ વડોદરા શહેરમાં વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા દીબાંગ વાદળાઓ બંધાયા હતા અને હવે સમી સાંજે વરસાદનું આગમન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.જતા જતા પણ મેઘરાજા વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોને ધમરોડયો હતો. ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા ચાર એક દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે.
દશેરા પર્વમાં પણ મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. ફરી એકવાર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના સયાજીગંજ, ગોરવા, અકોટા, કલાલી, વાઘોડિયા, ગેંડા સર્કલ, ઉંડેરા, સમતા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સમી સાંજે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હવામાનમાં પલટો આવી વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરીજનોને બફારા તેમજ ગરમી માંથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Reporter: admin