News Portal...

Breaking News :

રેલવે એલસીબીએ ચોરીના 8 મોબાઇલ ફોન સાથે એક શખ્સને ઝડપ્યો

2025-07-11 11:46:12
રેલવે એલસીબીએ ચોરીના 8 મોબાઇલ ફોન સાથે એક શખ્સને ઝડપ્યો





વડોદરા રેલવે પોલીસની એલસીબી પોલીસે વડોદરા રેલવે પોલીસના હદ વિસ્તારમાં વોચમાં રહીને ચોરીના મોબાઇલ ફોન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના ફોનના 8 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. 

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને સોયબખાન અયુબખાન પઠાણને ઝઢપી પાડી 1.23 લાખના ચોરીના 8 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. સોયબખાન સુરતનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

Reporter: admin

Related Post