News Portal...

Breaking News :

ગુજરાતના દુર્ઘટના પીડિતોની મુલાકાત બાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે

2024-07-13 16:59:39
ગુજરાતના દુર્ઘટના પીડિતોની મુલાકાત બાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે


હાલ ગુજરાતમાં બનેલ દુર્ઘટના બાદ કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવાનું નક્કી કરેલ છે, જેમાં કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી જોડાશે. 


તાજેતરમાં લોકસભાની ચૂંટણી માં એક સીટ જીત્યા બાદ કોંગ્રેસ ને હસા બંધાઈ છે કે તેઓ ગુજરાત માં પોતાનું સ્થાન લઇ શકે છે. વધુ માં રાહુલ ગાંધીએ સદનમાં ભાજપને પડકાર ફેંક્યો હતો કે આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ ભાજપને માત આપશે, જયારે ગુજરાત તો ભાજપ નું ગઢ છે ત્યાં રહુલ ગાંધીએ પડકાર આપ્યો છે. હાલ બનેલ અમદાવાદની ઘટના માં પીડીતો ની મુલાકાત બાદ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા નો બનાવ બાદ રાહુલ ગાંધી અમદાવાદ આવી દુર્ઘટનામાં પીડિતોની મુલાકાત લીધી હતી અને તેમના પરિવારજનોને ન્યાય આપવા જમાવ્યું હતું.


તેઓ હરહંમેશ તેમની સાથે છે તેવી આશ્વાશન આપવામાં આવ્યું હતું. ૧ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન  હરણી બોટકાંડ, રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી બ્રિજકાંડ, અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા કાઢવામાં આવશે અને તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જોડાશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રાની શરૂઆત મોરબીથી શરુ થઇ ૧૫ ઓગસ્ટ અમદાવાદ ખાતે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.

Reporter: admin

Related Post