રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાયબરેલીથી ચૂંટણી લડશે. કોંગ્રેસે તેમના નામની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. જ્યારે અમેઠીથી કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. કિશોરી લાલને સોનિયા ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે.
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે માતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને અશોક ગેહલોત હાજર રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાયબરેલીમાં રાહુલ સાથે હાજર રહ્યા હતા.
રાહુલના નોમિનેશનમાં આખો ગાંધી પરિવાર આવ્યો છે. 2019ની ચૂંટણી બાદ સોનિયા ગાંધી રાયબરેલી પહોંચ્યા છે.
રાહુલના નોમિનેશનમાં આખો ગાંધી પરિવાર આવ્યો છે. 2019ની ચૂંટણી બાદ સોનિયા ગાંધી રાયબરેલી પહોંચ્યા છે.
ભાજપે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલીથી ટિકિટ આપી છે જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યાં છે.
રાહુલ ગાંધી ઉમંદવારી નોંધાવવા માટે રાયબરેલી પહોંચ્યા છે. તેમની સાથે માતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ છે.
રાહુલ ગાંધી ઉમંદવારી નોંધાવવા માટે રાયબરેલી પહોંચ્યા છે. તેમની સાથે માતા સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ છે.
પહેલા કોંગ્રેસના નેતાઓએ રાહુલને અમેઠીથી અને પ્રિયંકા રાયબરેલીથી લડવાની વાત કરી હતી. જોકે, પ્રિયંકા ચૂંટણી લડવા માટે તૈયાર નહોતાં. આજે રાયબરેલી-અમેઠી સીટ માટે નોમિનેશનની છેલ્લી તારીખ છે
Reporter: News Plus