તારીખ 23-24 ઓક્ટોબર 2018, સમય રાત્રે 12:45 વાગ્યાની આસપાસ. દિલ્હી પોલીસના સેંકડો જવાનોએ CBI હેડક્વાર્ટરને ઘેરી લીધું. ડઝનબંધ કમાન્ડો ધડાધડ દેશની સૌથી વિવાદાસ્પદ તપાસ એજન્સીના હેડક્વાર્ટરમાં ઘૂસ્યા અને સીધા 10મા અને 11મા માળે પહોંચી ગયા.
પછી એન્ટ્રી થઈ એમ નાગેશ્વર રાવની, જેમને થોડીવાર પહેલાં CBIના વચગાળાના ડાયરેક્ટર બનાવાયા હતા. તેમણે બંને ઓફિસની ચાવીઓ લીધી અને દરેક ડ્રોઅરમાં તપાસ કરવાનું શરૂ કર્યું. વહેલી સવાર સુધી ચાલેલા આ ઓપરેશન બાદ સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેવાઈ.
હકીકતમાં, CBIના તત્કાલીન ડાયરેક્ટર આલોક વર્માની ઓફિસ 11મા માળે હતી અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના 10મા માળે બેસતા હતા. આ બધાની વચ્ચે બે સરકારી કર્મચારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાનાના ઘરે પહોંચ્યા અને બંનેને ફરજિયાત રજા પર મોકલવાના આદેશ આપ્યા. વિપક્ષનો આરોપ છે કે CBI ચીફ આલોક વર્મા રાફેલ કેસની તપાસ કરવાના હતા.
23-24 ઓક્ટોબરની મધ્યરાત્રિએ દિલ્હીના લોધી રોડ પર સ્થિત CBI હેડક્વાર્ટરને ચારે બાજુથી દિલ્હી પોલીસે ઘેરી લીધું હતું.
23-24 ઓક્ટોબરની મધ્યરાત્રિએ દિલ્હીના લોધી રોડ પર સ્થિત CBI હેડક્વાર્ટરને ચારે બાજુથી દિલ્હી પોલીસે ઘેરી લીધું હતું.
2019ની લોકસભા ચૂંટણીને આડે 6 મહિનાથી પણ ઓછો સમય બાકી હતો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. એટલે કે વાતાવરણ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી હતું. બીજી તરફ રાફેલમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો ચર્ચામાં હતો. રાહુલ ગાંધી દરેક મંચ પરથી વડાપ્રધાન મોદીને ઘેરવામાં વ્યસ્ત હતા.
4 ઓક્ટોબર, 2018એ વાજપેયી સરકારમાં નાણાપ્રધાન રહેલા યશવંત સિંહા અને વિનિવેશ મંત્રી અરુણ શૌરીએ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સાથે દિલ્હીમાં CBI ચીફ સાથે મુલાકાત કરી. ત્રણેયે દસ્તાવેજોની જાડી ફાઈલ આલોક વર્માને આપી અને કહ્યું- 'રાફેલ ખરીદીમાં કૌભાંડ થયું છે. આની તપાસ થવી જોઈએ.
હજુ તો આ મિટિંગ પૂર્ણ પણ થઇ નહોતી તે પહેલાં તો મીડિયામાં હોબાળો મચી ગયો- મોદી સરકાર CBI ચીફથી નારાજ છે. આખરે તેમણે સરકારના કટ્ટર વિરોધીઓને મળવાનો સમય કેવી રીતે આપ્યો?
Reporter: News Plus