આગામી ૧૨ જુલાઈના રોજ અનંત-રાધિકા લગ્ન સબંધમાં બંધાઈ જશે,એમની પ્રી-વેડિંગ ફેસ્ટિવલ માર્ચ થી ચાલી રહ્યો છે.
હાલ માં અંબાણી પરિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે દંપતી માટે એક ભવ્ય સંગીત સમારોહનું આયોજન કર્યું હતું. બંને ની લવસ્ટોરી નું રહસ્ય બહાર આવ્યું હતું બંનેના નાનપણ ના લગાવ પ્રેમ માં ખીલી ઉઠ્યો અને ટૂંક સમય માં લગ્નગ્રંથીમાં જોડાશે.આમ તો બંનેના પ્રી-વેડિંગ ફેસ્ટિવલ માર્ચથી ચાલી રહ્યા છે. અંબાણી પરિવારે એન્ટિલિયા સ્થિત તેમના ઘરે દંપતીની હલ્દી સેરેમનીનું આયોજન કર્યું હતું. ટૂંક સમય માં બંને નો પ્રેમ લગ્ન કરી પૂર્ણ થશે. જેને લઇ બધા સાથે રાધિકાએ શેર કર્યા હતા પ્રેમ ના ખુલાસા.અનંત અને રાધિકા બાળપણથી જ મિત્રો હતા, બંને નો નાનપણ નો લગાવ જામનગર માં પ્રેમ બની ખીલી ઉઠ્યો હતો.
રાધિકા એ જણાવ્યું હતું કે કોરોના દરમિયાન બને જામનગરમાં અટવાઈ ગયા હતા અને પરિવાર થી દૂર રહ્યા હતા, ત્યારે બનેએ એકબીજા ને સાથ આપ્યો હતો. રાધિકા મર્ચન્ટ એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેમના પિતા વિરેન મર્ચન્ટ અગ્રણી હેલ્થકેર બ્રાન્ડના CEO તરીકે સેવા આપી રહ્યા છે. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી અનંતએ રોડ આઇલેન્ડની બ્રાઉન યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, જ્યારે રાધિકાએ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અંબાણી પરિવારના અનેક પારિવારિક કાર્યક્રમ માં રાધિકા મર્ચન્ટ જોવા મળ્યા હતા. જેને લઇ અનંત અને રાધિકા ના સબંધ ની વાતો બહાર આવી હતી. બંને કપલ જીવન ની દરેક નાની નાની ખુશીઓ સાથે વિતાવી રહ્યા છે .
Reporter: News Plus