News Portal...

Breaking News :

276 યાત્રીઓ અને 21 ક્રૂ મેમ્બર્સને ઇન્ફ્લેટેબલ સ્લાઇડની મદદથી બચાવી લેવાયા

2024-07-11 16:51:18
276 યાત્રીઓ અને 21 ક્રૂ મેમ્બર્સને ઇન્ફ્લેટેબલ સ્લાઇડની મદદથી બચાવી લેવાયા


પેશાવર : પાકિસ્તાનના પેશાવરના બાચા ખાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી હતી. આજે ગુરુવારે રિયાધથી આવી રહેલા સાઉદી એરલાઈન્સના પ્લેનમાં લેન્ડિંગ કરતી વખતે આગ લાગી હતી.


પાકિસ્તાનની નાગરિક ઉડ્ડયન ઓથોરીટીએ નિવેદનમાં આ ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. પ્લેનમાં આગ લાગ્યા બાદ તરત જ તેમાં હાજર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરીટીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર,એર ટ્રાફિક કંટ્રોલરોએ વિમાનના ડાબા લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો અને સ્પાર્ક થતા જોયા અને તેના વિશે પાઇલટ્સને જાણ કરી. એર ટ્રાફિક કંટ્રોલરોએ એરપોર્ટ ફાયર વિભાગનો પણ સંપર્ક કર્યો અને રેસ્ક્યુ સર્વિસને પણ જાણ કરવામાં આવી.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફાયર વિભાગના વાહનો લેન્ડિંગ ગિયરમાં લાગેલી આગને ઓલવવામાં સફળ રહ્યા હતા. 


PCAAના પ્રવક્તાએ કહ્યું, ફાયર ફાઇટરની ટીમે સમયસર કાર્યવાહી કરી અને તરત જ લેન્ડિંગ ગિયરમાં લાગેલી આગને કાબુમાં લીધી અને તેના કારણે પ્લેનને મોટી દુર્ઘટનાથી બચાવી શકાયું. તમામ 276 યાત્રીઓ અને 21 ક્રૂ મેમ્બર્સને ઇન્ફ્લેટેબલ સ્લાઇડની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.પેશાવર એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટ રાબેતા મુજબ કાર્યરત છે અને તમામ ફ્લાઈટ્સ નિર્ધારિત સમય મુજબ ચાલુ રહેશે.

Reporter: News Plus

Related Post