વડોદરા શહેરની સુરક્ષા અને સલામતી નો સવાલ છૅ...
રાણાજીના આશીર્વાદ થી વડોદરાવાસીઓ જીવાત બૉમ્બ ઉપર...
શહેરના બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસરની નિમણુક સામે વિશ્વામિત્રી બચાવો સમિતિએ સવાલો ઉભા કર્યા છે. સમિતીએ જણાવ્યું છે કે વડોદરાના નગરજનોને જીવતા બોમ્બ ઉપર બેસાડી ભગવાન ભરોશે છોડી દેવાયા છે. ડીસા જેવી ભયાનક અને જીવલેણ આગ લાગવાની સંભાવનાઓ વડોદરામાં પણ છે. અને તેથી બિનઅનુભવી, લાયકાત વગરનાની ચીફ ફાયર ઓફિસર તરીકે ની નિમણુક વડોદરા વાસીઓ માટે લટકતી તલવાર સમાન છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિ એ મ્યુનિ.કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે અસંખ્ય લોકો ના જીવલેણ નીવડેલી રાજકોટ ગેમઝોન માં ગોઝારી આગની ઘટના, અમદાવાદ શ્રેય હોસ્પિટલ માં લાગેલી જીવલેણ આગની ઘટના, સુરત તક્ષશિલા ક્લાસ માં લાગેલી બાળકો ના જીવ લેતી આગની ઘટના બાદ આવી આગ ની દુર્ઘટનાઓ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો પીટીશન તેમજ કેટલીક પબ્લિક ઈન્ટરેસ્ટ પીટીશન ની સુનાવણી ચાલુ છે. રાજકોટ માં થયેલી ગેમઝોન આગ દુર્ઘટના બાદ રાજકોટના ચીફ ફાયર ઓફિસરને જેલ ના હવાલે પણ કરાયા છે. આ બાદ રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ નવા મુકેલા ચીફ ફાયર ઓફિસર પણ લાંચ લેતા ઝડપાયા અને સુરત માં તક્ષશિલા કલાસ આગ દુર્ઘટના બાદ સસ્પેન્ડ થયેલા ફાયર ઓફિસર ની અવૈધિક સંપત્તિ માટે ધરપકડ કરાઈ. વડોદરામાં પણ ચીફ ફાયર ઓફિસર તરીકે રહેલા તાપરિયા ની અવૈધિક સંપત્તિ બાબતે એન્ટી કરપ્શન દ્વારા કેસ કરાયેલો પણ બાદમાં એ.સી.બી. દ્વારા ભીનું સંકેલાયેલું હતું. અને બાદમાં રાજકીય છત્રછાયા ધરાવતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ એ પણ ઘણી અવૈધિક સંપત્તિ ભેગી કરેલ હોવાના સમાચારો રહ્યા. તેમણે જણાવ્યું છે કે ચીફ ફાયર ઓફિસર ની પોસ્ટ ખુબ અત્યંત મલાઇદાર છે અને રાતોરાત કરોડપતિ બનાવી દેતી પોસ્ટ હોવાથી આવી ચીફ ફાયર ઓફિસર ની ભરતી કરવામાં આવે ત્યારે મોટી રકમ ની લાંચ કે વગ વપરાતી હોય છે.
વડોદરા શહેરના નગરજનોને જીવતા બોમ્બ ઉપર બેસાડેલા છે.
વડોદરા શહેરમાં અને આજુ બાજુના ગામો માં ઘણા બધા અને મોટા ફટાકડા ના ગોડાઉન અને બારેય માસ ચાલતી ફટાકડા ની દુકાનો આવેલા છે. આ ઉપરાંત વડોદરા શહેર ના ગીચ વિસ્તારોમાં જ્વલનશીલ પ્લાસ્ટિક ના સાધનો વેચાણ કરતી દુકાનો અને ગોડાઉન પણ આવેલા છે. અત્રે એ યાદ અપાવી દઈએ કે થોડા વર્ષો પહેલા મંગળબજાર માં આવેલ એક પ્લાસ્ટિક ની ત્રણ માળ ની દુકાન માં રાત્રે આગ લાગી ત્યારે તેમાં રહેતા ત્રણ લોકો બળીને ભડથું થઇ ગયેલા જ્યાં સાંકડી ગલી હોવાથી ફાયર ફાઈટર ને પ્રવેશવામાં પણ મુશ્કેલી પડેલી. પ્લાસ્ટિક સળગતા તેમાંથી નીકળતો ધુમાડો અત્યંત ઝેરી અને જીવલેણ હોય છે. ત્યારે જેને એક પણ આગ જોઈ નથી, લાગેલી આગ બુઝાવી નથી, કોઈ અનુભવ નથી, તેવાને ચીફ ફાયર ઓફિસર માટે પસંદ કરીને વડોદરાવાસીઓ ને માથે લટકતી તલવાર મુકેલી છે.
પાલિકાએ ભરતીના ઉમેદવારના પ્રમાણપત્ર vmc ની સાઈડ ઉપર મુકવા જોઈએ...
વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ના ચીફ ફાયર ઓફિસર તરીકે જેમની ભરતી કરાઈ તેમની યોગ્યતા ના પ્રમાણપત્રો જાહેર વેબ સાઈટ ઉપર મુકવા જોઈએ જે પ્રમાણપત્રો જોઈ ને નગરજનોને સક્ષમ ચીફ ફાયર ઓફિસર હોવાની ખાતરી થતા સલામતી અનુભવી શકે. આમ કરવાની જગ્યાએ ચીફ ફાયર ઓફિસર ની યોગ્યતા ના પ્રમાણપત્રો તો માહિતી અધિકાર હેઠળ પણ નહિ આપી ને સંતાડવામાં આવી રહ્યા છે જે નગરજનો ને પોતાની સલામતી માટે દઢ શંકા ઉભી કરેલી છે. આમ તો પાલિકા ની સમગ્ર સભા માં પ્રથમ વખતે ચીફ ફાયર ઓફિસર ની નિમણુક માટે મુકેલી દરખાસ્ત સામે સભાસદો એ કોઈ પણ કોર્પોરેશન માં સાત વર્ષ નો અનુભવ ધરાવતા નથી, ૨૪ કલાક ની ફાયર સર્વિસ સેવા માં ફરજ પણ બજાવેલી નથી, માત્ર ત્રણ વર્ષ નો ફાયરબ્રિગેડ ક્ષેત્ર નો અનુભવ છે તેમજ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન ઈમરજન્સી સર્વિસમાં ડીવીઝનલ ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર ના ઈન્ટરવ્યું દરમ્યાન નિમણુક પામેલા ચીફ ફાયર ઓફિસર નો અનુભવ માન્ય ગણવામાં આવ્યો નથી તેમ જણાવી ને હાલ નિમણુક આપેલા ચીફ ફાયર ઓફિસર ની જગ્યા એ લાયક અને અનુભવી ઉમેદવારની પસંદગી કરવાનું સભા એ ઠરાવ કરેલ હતી, છતાય બાદ માં એ જ ઉમેદવારને સમગ્ર સભા માં આજ સભાસદો એ ચીફ ફાયર ઓફિસર તરીકે ઠરાવ કરી આપેલ છે જે પણ શકાસ્પદ છે.
યોગ્ય, અનુભવી અને કાર્યક્ષમ ચીફ ફાયર ઓફિસરની નિમણુક કરવા માગ...
વિશ્વામિત્રી બચાવો સમિતિએ પત્રમાં જણાવ્યું છે કે હવે જો બેદરકારીથી કોઈ જીવલેણ આગ ની દુર્ઘટના બનશે તો લાયકાત વગરના ઉમેદવારને ચીફ ફાયર ઓફિસર તરીકે પસંદગી કરનાર ચકાસણી સમિતિના જે તે ડેપ્યુટી મ્યુનિ કમિશ્નર (વહીવટ), ચીફ ઓડીટર, HOD ફાયર અને એક્સપર્ટ મેમ્બર પણ ફોજદારી ગુન્હાના આરોપી બનશે. હાલ ના ચીફ ફાયર ઓફિસરને જયારે બે વર્ષ ના ઓન પ્રોબેશન નિમણુક કરેલ છે ત્યારે અમે જણાવીએ છીએ કે નગરજનો ની સલામતી ને પણ બે વર્ષ ના પ્રોબેશન પર રાખી ને અસલામત અને ભયભીત રાખેલા છે જે પ્રોબેશન ગાળામાં જ ત્વરિત દુર કરી ને યોગ્ય, અનુભવી અને કાર્યક્ષમ ચીફ ફાયર ઓફિસરની નિમણુક નગરજનોની સલામતી માટે કરવા વિનંતી છે.
Reporter: admin