નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપ્યું છે, પુતિને આગામી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.
અહેવાલ મુજબ પુતિન યુક્રેન યુદ્ધ પર સમાધાન માટે સંમત થયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચા માટે કોઈ પૂર્વશરતો નથી, પરંતુ કોઈપણ સમજુતી માટે યુક્રેનિયન આધિકારીઓ સામેલ હોવા જોઈએ.મીડિયા આહેવાલ મુજબ, પુતિને કહ્યું કે રશિયા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સહિત યુક્રેનના અધિકારીઓ સાથે વાત કરવા તૈયાર છે.
જ્યારે પુતિને એક અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકારને કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષોથી વાત કરી નથી, પરંતુ સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે તેમની સાથે મળવા માટે તૈયાર છે.યુદ્ધમાં રશિયા નબળી સ્થિતિમાં હોવાના આહેવાલને પુતિને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ દેશ મજબૂત બન્યો છે. જ્યારે પુતિને કહ્યું હતું કે રશિયા વાટાઘાટો માટે તૈયાર છે, કિવ પણ સમાધાન માટે તૈયાર હોવું જોઈએ.
Reporter: admin







