વડોદરા: મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વોર્ડ ની વિવિધ ટીમો દ્વારા જાહેરમાં કચરો નાખતા લોકોને પકડી તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જાહેરમાં કચરો નાખશો તો હવે ખેર નહીં પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે. આ મામલે માહિતી આપતા વીએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, આજરોજ વડોદરા મહાનગર પાલિકાના પૂર્વજોના સમાવિષ્ટ વોર્ડ નંબર 4, 5 ,6 અને 14 , 15 માં વહેલી સવારથી જે લોકો જાહેરમાં કચરો નાખે છે, તેમને દંડની પાવતી આપવામાં આવેલી છે અને દંડની રકમ પણ વસૂલ કરવામાં આવી છે. વૈલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરી તો જાહેરમાં કચરો નાખી ગંદકી કરતા હોય છે. એની વોચ રાખીને અમારા અધિકારીઓ અને એમની ટીમ સાથે દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરી હતી? દરેક વોર્ડ દીઠ અમે 10 થી 15 જેટલા લોકોને પકડીને આજ દંડનીય કાર્યવાહી કરવામાં આવેલી છે.

ખાસ કરીને નાગરિકો વહેલી સવારે પાંચ છ વાગ્યાથી માંડીને આઠ દસ વાગ્યા સુધી કચરો નાખતા હોય છે. એવા લોકોને પકડવા માટે અમે ટીમો ગોઠવી હતી. ગાડીનો સમય ચૂકી જતા હોય તેવા લોકો અથવા તો નોકરી ધંધે જતા હોય તેવા લોકો આમતેમ ગમે ત્યાં કચરો ફેંકી દેતા હોય છે. એટલે આવા નાગરિકોને ખાસ કરીને પકડી દેવામાં આવે છે. અમારી આ કામગીરીને કેટલાક નાગરિકો દ્વારા સામેથી પણ સરાહનીય કામગીરી દર્શાવવામાં આવી છે અને હવેથી કેટલાક નાગરિકોએ જાહેરમાં રસ્તો નહીં ફેંકવા માટેની પણ અમને ખાતરી આપી છે કેટલાક રાજદારીઓએ પણ આ કામગીરીને વખાણી છે. આગામી દિવસોમાં પણ દરેક વોર્ડ દીઠ બબ્બે ટીમ બનાવીને આ દંડની વસુલાતની ઝુંબેશ કરીશું અને તમામ નાગરિકોને પણ જાહેરમાં કચરો નહીં નાખવા અપીલ પણ કરવામાં આવે છે.



Reporter: admin







