વડોદરા :મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજરોજ વડોદરા ના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઋત્વિજ જોષી અને મહાનગર પાલિકા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુભાઈ) આવનારી મહાનગર પાલિકા ની ચૂંટણી બાબતે કલેક્ટર વડોદરા ને મળી મહત્ત્વ ના મુદ્દા ઉપર રજૂઆત કરવામાં આવી કે વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદારયાદી 2025 જાહેર કરેલ હોય જેમા ખૂબ મોટા પાયે છબરડા થયા છે

જ્યારે 143- અકોટા વિધાનસભા વિસ્તારની ફોટા વાળી મતદારયાદીમાં ચેક કરતા એક વ્યક્તિના મતદાર યાદીમાં બે વાર નામ છે તથા બે વ્યક્તિની ફોટો તથા સરનામું એકજ છે અને ચૂંટણી પહાડ નંબર અલગ અલગ છે તો અમારી વિનંતી છે કે આનું બરાબર યાદી ચેક કરવામાં આવે ય જેને લઈને આજરોજ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


Reporter: admin







