News Portal...

Breaking News :

સમન્વય ગ્રુપ સામે જાહેર નોટિસ અને તેમાં પણ કોર્પોરેશનના ટીડીઓ અને અધિકારીઓની સંડોવણીનો ઉલ્લેખ

2025-07-05 09:36:39
સમન્વય ગ્રુપ સામે જાહેર નોટિસ અને તેમાં પણ કોર્પોરેશનના ટીડીઓ અને અધિકારીઓની સંડોવણીનો ઉલ્લેખ


પાલિકાનાં હોદ્દેદારો અને બાંધકામ પરવાનગી શાખાના ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓ સહિતના અધિકારીઓ માટે શરમજનક. 
સતગુનમ સ્કીમના ભાગીદારી તથા બિલ્ડર્સ દ્વારા જી ડી સી આર થી વિરુદ્ધ જઈને ગેરકાયદેસર બાંધકામ.



પ્લોટ માલિકોની પરવાનગી વગર કોર્પોરેશનના કર્મચારીના મેળાપીપણામાં ત્રીજી વખત રિવાઇઝ પ્લાન કરાવેલ છે..
સમન્વય ગ્રુપના બિલ્ડર રવિયેશભાઈ રાવ વગેરે દ્વારા અકોટા અને અલકાપુરી માં સતગુનમ સ્કીમ માં વડોદરા કોર્પોરેશનના ટીડીઓ દ્વારા જીડીસીઆર ના નિયમોને નેવી મૂકીને બિલ્ડર જે મિલકતો વેચાણ કરી રહ્યા છે તે બાબતે જાહેર નોટિસ આપવામાં આવી છે. એડવોકેટ ભાવિશા તન્ના દ્વારા તેમના અસીલ કિવાન્સ ભામવાલા વતી જાહેર નોટિસ આપી છે કે સમન્વય ભાગીદારી પેઢી દ્વારા જે સમન્વય હોમ્સ ના હેડિંગ હેઠળ ગેસ કીમો કોમર્શિયલ ફ્લેટ તથા રહેણાંકના પ્લોટો ની સ્કીમ મૂકેલી છે જેમાં તેમના અસીલે પણ પ્લોટ ખરીદ્યો છે જે અંગે કોર્ટમાં ફોજદારી ફરિયાદ અને હાઇકોર્ટમાં રિટ પિટિશન પેન્ડિંગ છે સતગુનમ સ્કીમના ભાગીદારી તથા બિલ્ડર્સ દ્વારા જી ડી સી આર થી વિરુદ્ધ જઈને ગેરકાયદેસર બાંધકામ કરેલ છે ફરિયાદ થતાં બિલ્ડરને ભાન આવતા તેનું ગેરકાયદે કૃત્યને છુપાવવાના હેતુથી પ્લોટ માલિકોની પરવાનગી વગર સહી લીધા વગર અને કોર્પોરેશનના કર્મચારીના મેળાપીપણામાં ત્રીજી વખત રિવાઇઝ પ્લાન કરાવેલ છે. 

પ્રથમ જે નકશા હતા તે પ્લોટીંગ વાળા હતા અને બિલ્ડરે ચીટીંગ કરેલી હોવાથી તથા ફરિયાદ થતાં અને ફરિયાદ વાક્ય બાદ બધા બ્લોક જે અલગ હતા તેને મર્જ એટલે કે અમલેશન કરાવી એફએસઆઇ ની ચોરીમાંથી બચવા ગેરકાયદેસર રીતે નકશા ત્રીજી વખત રિવાઇઝ કરાવેલ છે અને પોતાના કૃત્યમાંથી બચવા માટે કલેક્ટર સમક્ષના જવાબ વાંધામાં નવા રિવાઇઝ મુજબ કોમર્શિયલની એફએસઆઈ પ્લોટ હોલ્ડરને આપશે અને ભવિષ્યમાં સરેન્ડર  કરશે તેવો લૂલો બચાવ કર્યો હતો. સમન્વયના બિલ્ડર્સ રવિ રાવ તથા અન્ય ભાગીદારો સાથે ટાઉન પ્લાનર પરિમલ પટણી અને અન્ય અધિકારીઓ સાથે ભળીને ત્રીજી વખત નકશા રિવાઇસ કરાવેલ છે પ્લોટ હોલ્ડરના વાંધા ટાઉન પ્લાનર પાસે હોવા છતાં અને કોઈ જ લેખિત સંમતિ માલિકોની ના હોવા છતાં પ્લોટના રિવાઇઝ નકશાઓ સમન્વયની તરફેણમાં ટાઉન પ્લાનરે ગેરકાયદે મંજૂરી કરેલ છે જ્યારે સીટી સર્વેની નોંધની કાર્યવાહી અને કલેક્ટરમાં અપીલ પેન્ડિંગ હોવા છતાં એક બાદ એક ખોટી અને ગેરકાયદેસર પ્રક્રિયા કોર્પોરેશનના અધિકારી અને ટાઉન પ્લાનર ઓફિસર સાથે મળીને ત્રીજી વખત રિવાઇઝ પ્લાન કરાવેલ છે જ્યારે 32 પ્લોટ વેચાણ થઈ ગયેલ છે પ્લોટ હોલ્ડર્સને માલિકી અને કબજો સોંપી આપેલ હોય તે સમયે પ્લોટના માલિકોની સંમતિ વગર બારોબાર વહીવટો કોર્પોરેશનના કર્મચારીઓ કરી રહ્યા છે આથી જાહેર જોગ જનતાને જાણ કરવાની કે પ્લોટ હોલ્ડર ની એફએસઆઈ નો ગેરકાયદેસરથી ઉપયોગ કરી હાઈટ્સ અને ગેરકાયદેસર બાંધકામ કરી આશરે 80 થી 90 કરોડનું ફ્રોડ જાહેર જનતા અને પ્લોટના માલિક હોલ્ડરો સાથે કરી રહ્યા છે. નોટિસમાં જણાવ્યું છે કે જાહેર જનતાએ ન્યાયિક કાર્યવાહી ના પ્રોસિડિંગમાં ફરિયાદ હાઇકોર્ટની રીત કલેકટર ની પ્રોસિડિંગ સીટી સર્વેમાં નોંધ પડતી નથી. તે બધી બાબતો ધ્યાનમાં લઇ કોર્ટના આખરી હુકમને બંધનમાં રહીને જ સતગુનમ સ્કીમમાં ફ્લેટ કોમર્શિયલ મિલકત ખરીદ કરવી સતગુનમ સ્કીમ માં ઉપરોક્ત લીટીગેશનો ચાલુ હોય જેથી ગેરકાયદેસર બાંધકામ હોય તેવા ખરીદનારા ને ટાઈટલ મળતા નથી અને ન્યાયિક કાર્યવાહીના હુકમને આધીન તેમનું ટાઈટલ રહેશે તે અંગે નોંધ લેવી. પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત ટીડીઓ ના નામ જોગ જય નોટિસ આવવાથી બાંધકામ પરવાનગી શાખામાં ટીડીઓ તથા તેમના તાબાના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંગજી આ જાહેર નોટિસને ગંભીરતાથી લઈ લાગતા વળગતા ઉપર શિક્ષાત્મક પગલાં ભરે તે સમયની માંગ છે. પૂર્વ ટીડીઓ અને હાલના ટીડીઓએ તેમના તાબાના ડેપ્યુટી ટીડીઓ તથા અન્ય અધિકારીઓની મદદથી લઈ આવી અનેક સ્કીમમાં સીજીડીસીઆર નો ભંગ કર્યો છે. તગડી રકમો લઈ આડેધડ મંજૂરીઓ આપી છે.

Reporter: admin

Related Post