ભારજ નદીના પટ માં બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જશે તો ફરી આજ રસ્તા ને ડાયવર્ઝન આપવું પડશે.પાવીજેતપુર વન કુટીરથી રંગલી ચોકડી સુધીનો રસ્તો વારંવાર ડાયવર્ઝન આપવામાં આવવાના કારણે ખખડધજ રસ્તો થઈ ગયો છે ત્યારે પ્રિમોન્સૂન કામગીરી કરી આ રસ્તાનું સમારકામ કરાવવામાં આવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જુલાઈના અંતમાં ભારજ નદીનો બ્રીજ બેસી જવાના કારણે વન કુટીરથી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી સુધીનું ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. સ્વભાવિક રીતે જ ડાયવર્ઝન આપેલ હોય તેથી ભારદારી વાહનો પણ અહીંયાથી પસાર થતાં રસ્તા સાવ ખખડધજ થઈ જવા પામ્યા છે. એટલા મોટા ખાડા પડી ગયા છે કે પોતાના વાહનો ખાડામાં પડતા કેવી રીતે બચાવવા એ એક પ્રશ્ન થઈ જવા પામ્યો છે. તાજેતરમાં ભારજ નદીના પટમાં ૨.૩૪ કરોડ રૂપિયાના ખર્ચ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે જે ડાયવર્ઝન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વરસાદ વધુ પડશે કે સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ ડાઈવર્ઝન તૂટી જશે ત્યારે ફરીથી વન કુટીર થી રંગલી ચોકડી વાળા રસ્તાને જ ડાયવર્ઝન બનાવવાની ફરજ પડશે.
જો આ સમારકામ કરાવ્યું નહીં હોય તો વરસાદના કારણે ખખડધજ થઈ ગયેલ રસ્તો સાવ ખસતા થઈ જશે. તો તંત્ર આ રસ્તો નવીન ન બને ત્યાં સુધી તાત્કાલિક ચોમાસા પૂર્વે ડામરીંગ કામ કરી સમારકામ કરાવે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે.આમ, પાવીજેતપુર વન કુટીર થી રંગલી ચોકડી સુધીનો ખખડધજ થઈ ગયેલ રસ્તાના કારણે આ વિસ્તારની જનતાને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે, ત્યારે તાત્કાલિક આ રસ્તાનું રીપેરીંગ કામ કરાવે એવી આ વિસ્તારની જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે. પાવીજેતપુર વન કુટીર થી રંગલી ચોકડીનો ખખડધજ થઈ ગયેલ રસ્તો તસવીરમાં નજરે પડે છે.
Reporter: News Plus