News Portal...

Breaking News :

ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન

2025-03-17 16:09:21
ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન


વડોદરા : નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેનના આહવાન પર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.



યુપીએસની ખામીઓ દૂર કરવા તમામ રેલવે કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમની જેમ ગેરેન્ટેન્ડ પેન્શન આપવા રેલવેમાં પદોના સોજા પરનો પ્રતિબંધ હટાવીને નવી જગ્યા ઉપર ભરતી કરવા રેલવેમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે અને લાઈવ પોસ્ટને નાબૂદ કરવાની પ્રક્રિયા બંધ કરવા સહિતના વિવિધ પડતર પ્રશ્ને અગાઉ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી. 


જેથી કરીને ફરી એક વખત નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેનના આહવાન પર તારીખ 17 મી માર્ચ થી 24 મી માર્ચ સુધી વડોદરા ડિવિઝનમાં આવતા તમામ રેલવે સ્ટેશન ઉપર વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સોમવારે પ્રથમ દિવસે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં વેસ્ટન રેલ્વે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ સહિતના હોદ્દેદારો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

Reporter:

Related Post