વડોદરા : આજરોજ NSUI દ્વારા કારેલીબાગ અકસ્માતના આરોપી રક્ષિત ચોરાસીયાને યુનિવર્સિટીમાં થી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં આ અકસ્માતે ચકચાર મચાવી દીધેલ છે. જેમાં રક્ષીત એમ એસ યુનિવર્સિટી સાથે સંકળાયેલ હોવાથી આપણી એમ એસ યુનિવર્સિટીનું નામ પણ ખરાબ થઇ રહેલ છે. તેથી આવા વિદ્યાર્થીને યુનિવર્સિટી દૂર કરે તે અંગેની માંગ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કુલપતિ સમક્ષ કરવામાં આવી.


Reporter: