સાબુદાણા ખીચડી બનાવવા માટેની સામગ્રીમાં 250 ગ્રામ સાબુદાણા, 1 ચમચી સીંગદાણા ભૂકો અથવા સીંગદાણાના ફાડા, સિંધવ મીઠુ સ્વાદ અનુસાર, તેલ જરૂર પ્રમાણે, 1 ચમચી લાલ મરચું, 2 બારીક સમરેલા લીલા મરચા, 1 ચમચી મીઠો લીમડો, 1 ચમચી જીરું, 2 ચમચી લીબુંનો રસ, અડધી ચમચી ખાંડ, 1 સમારેલું બટાકુ જરૂરી છે.
સાબુદાણા પાણીમાં પાંચ થી છ કલાક માટે પલાળી રાખવા. ત્યારબાદ તેનું બધું પાણી નિતારી લેવું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું નો વઘાર કરવો. ત્યારબાદ તેમાં લીલા મરચા, મીઠો લીમડો ઉમેરવો. હવે તેમાં બટાકા ને ઉમેરી સાંતળી લેવા. હવે તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરી બધું બે મિનિટ માટે સાંતળી લેવું. હવે તેમાં સાબુદાણા ઉમેરી સિંધવ મીઠુ, લીબુંનો રસ, ખાંડ, મરચું ઉમેરી બધું બરોબર મિક્સ કરી લેવું. હવે આ મિક્ષર બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી ગેસ પર રાખવું. હવે ગેસ બન્ધ કરી આ ફરાળી ખીચડી પીરસી શકાય. જે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.જો ઉપવાસમાં કોથમીર ખાતા હોય તો કોથમીર ઉમેરી શકાય છે.
Reporter: admin